Panchmahal News/ નીટ પરીક્ષામાં ચોરીઃ પરીક્ષાના દિવસના સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ ટીમ પરત ફરી

ગોધરા ખાતે નીટ પરીક્ષા કેન્દ્રમાં ચોક્કસ વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના ષડયંત્રમાં પોલીસ તપાસ દરમિયાન ગુજરાત સહિત અન્ય રાજ્યના કુલ 16 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા હતાં.

Gujarat Gandhinagar Others Trending Breaking News
Beginners guide to 10 1 નીટ પરીક્ષામાં ચોરીઃ પરીક્ષાના દિવસના સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ ટીમ પરત ફરી

Panchmahal News: ગોધરા ખાતે નીટ પરીક્ષા કેન્દ્રમાં ચોક્કસ વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના ષડયંત્રમાં પોલીસ તપાસ દરમિયાન ગુજરાત સહિત અન્ય રાજ્યના કુલ 16 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા હતાં. આ વિદ્યાર્થીઓની તમામ માહિતી, પરીક્ષાના દિવસના સીસીટીવી ફૂટેજ અને અન્ય દસ્તાવેજી પૂરાવાઓ પંચમહાલ પોલીસ તેમજ તપાસ અધિકારી દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) પાસે ઈ-મેલના માધ્યમથી મેળવવા માટે બે વખત માંગણી કરવા છતાં એનટીએ દ્વારા પૂરા પાડવામાં આવ્યા ન હતા.

છેવટે પંચમહાલ પોલીસની એક ટીમને પાંચ દિવસ અગાઉ પૂરાવા મેળવવા એનટીએની દિલ્હી ખાતેની ઓફિસે મોકલવાની ફરજ પડી હતી. જે ટીમે દિલ્હી ખાતે બે દિવસનું રોકાણ કરી એનટીએની મુખ્ય ઓફિસના જવાબદાર અધિકારીને મળી તપાસમાં જરૂરી તમામ દસ્તાવેજી પૂરાવા જેમાં ગોધરા સેન્ટરના વિદ્યાર્થીઓના નામ, સરનામા અને તે સંબંધની અન્ય મહત્વની માહિતી, ગોધરા ખાતેના નીટના પરીક્ષા કેન્દ્રના પરીક્ષા દિવસના સીસીટીવી ફૂટેજ વિગેરે મેળવ્યા હતા, જે મેળવી ટીમ પરત ગોધરા આવી હતી. જેના આધારે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો

આ પણ વાંચો: સુરતમાં દેરાસર બહાર પશુનું માથું ફેંકાતા જૈનોમાં રોષ

આ પણ વાંચો: ગુજરાતના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી

આ પણ વાંચો: ગુજરાત યુનિ.નો છબરડો, ગર્લ્સ કોલેજમાં બોય્સને આપ્યો પ્રવેશ