Interesting/ એક કેરીનાં ઝાડ પર છે 121 પ્રકારનાં ફળો, જુઓ Photos

દુનિયામાં એવુ ઘણુ બઘુ છે જેને જોઇને તમને તમારી આંખો પર વિશ્વાસ નહી થાય. એક વૃક્ષ અને વિવિધ ફળો તમે તેને શું કહેશો? તમને આમાં વિશ્વાસ નહીં આવે પરંતુ આ સાચું છે. કેરી ફળોનો રાજા છે, કેરી એક કે બે જાતોની નથી પરંતુ સેંકડો જાતોની છે.

Ajab Gajab News
11 એક કેરીનાં ઝાડ પર છે 121 પ્રકારનાં ફળો, જુઓ Photos

દુનિયામાં એવુ ઘણુ બઘુ છે જેને જોઇને તમને તમારી આંખો પર વિશ્વાસ નહી થાય. એક વૃક્ષ અને વિવિધ ફળો તમે તેને શું કહેશો? તમને આમાં વિશ્વાસ નહીં આવે પરંતુ આ સાચું છે. કેરી ફળોનો રાજા છે, કેરી એક કે બે જાતોની નથી પરંતુ સેંકડો જાતોની છે. સહારનપુર જિલ્લામાં જ્યાં કેરીનો બેલ્ટ છે, અહીં આંબાની 300 પ્રકારની કેરી ઉગાડવામાં આવે છે અને અહીં જ આ કરિશ્મા થયો છે. સહારનપુરમાં કંપનીનાં બાગમાં એક કેરીનાં ઝાડ પર 121 પ્રકારનાં ફળો લાગેલા છે.

11 1 એક કેરીનાં ઝાડ પર છે 121 પ્રકારનાં ફળો, જુઓ Photos

Interesting / ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ

મુખ્યત્વે પોતાના હાથથી કોતરવામાં આવેલા ફર્નિચર માટે જાણીતું, સહારનપુર જિલ્લો હવે કંઈક બીજી બાબતે પ્રખ્યાત છે – એક અનોખા કેરીનું ઝાડ જે 121 પ્રકારનાં ફળો ઉગાડે છે. તે અવિશ્વસનીય લાગે છે, પરંતુ આ કેરીનું ઝાડ કંપની બાગ વિસ્તારમાં સ્થિત છે અને 15 વર્ષ જૂનું છે. બગીચાની રખેવાળી કરતા માળીઓએ લગભગ પાંચ વર્ષ પહેલા આ અનોખો પ્રયોગ કર્યો હતો, તેમનો ઉદ્દેશ કેરીના નવા પ્રકારને વિકસિત કરવા અને તેના સ્વાદો સાથે પ્રયોગ કરવાનો હતો. બાગકામ પ્રયોગો અને તાલીમ કેન્દ્રનાં તત્કાલીન જોઇન્ટ ડાયરેક્ટર રાજેશ પ્રસાદે કેરીનાં ઝાડ પર 121 પ્રકારની કેરીનું વાવેતર કર્યું હતું.

રહસ્યનો ‘કૂવો’ / એક વ્યક્તિના ઘરમાં મળ્યો રહસ્યમય કૂવો, જેમાંથી નીકળી 500 વર્ષ જૂની વસ્તુઓ, જાણીને તમે દંગ થઇ જશો

એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું છે કે, દેશી કેરીનાં ઝાડની ડાળીઓ પર અનેક પ્રકારનાં કેરીની કટિંગ લગાવવામાં આવી હતા. ઝાડની સંભાળ રાખવા માટે એક અલગ નર્સરી પ્રભારીની નિમણૂક કરવામાં આવી હતી. હવે આ ઝાડ ઉપર દશેરી, લંગડા, ચૌંસા, રામકેલા, આમ્રપાલી, સહારનપુર અરૂણ, સહારનપુર વરૂણ, સહારનપુર સૌરભ, સહારનપુર ગૌરવ અને સહારનપુર રાજીવ સહિત અનેક પ્રકારની કેરીઓ જોવા મળે છે.

11 2 એક કેરીનાં ઝાડ પર છે 121 પ્રકારનાં ફળો, જુઓ Photos

એક વિવાહ એસા ભી / એક વ્યક્તિએ રીત-રિવાજ મુજબ કિન્નર સાથે કર્યા લગ્ન, ટીકટોક ઉપર શરૂ થઈ હતી love Story

આ સિવાય આ કેરીનાં ઝાડ પર બીજુ ઘણુ બધુ ઉગાડવામાં આવે છે, જેમાં લખનઉ સફેદા, ટોમી એટ કિંગ્સ, પુસા સૂર્યા, સેંસેશન, રાટૌલ, કાલમી માલદા કેરી, બોમ્બે, સ્મિથ, મંગિફેરા જાલોનીયા, ગોલા બુલંદશહેર, લારંકુ, એલઆર સ્પેશિયલ, આલમપુર બેનિશા અને અસોજીયા છે દેવબંદનો સમાવેશ થાય છે. સંશોધનકારો કહે છે કે, નવી પ્રજાતિઓ પર કામ ચાલી રહ્યું છે, જેથી કેરીની વધુ સારી પ્રજાતિનું ઉત્પાદન થઈ શકે. અધિકારીઓ કહે છે કે કેરીનાં શોખીન લોકો તેમના ખેતરોમાં અથવા કિચન ગાર્ડનમાં વાવેલા ઝાડમાં પણ આવા જ પ્રયોગો કરી શકે છે.

Footer એક કેરીનાં ઝાડ પર છે 121 પ્રકારનાં ફળો, જુઓ Photos