Not Set/ શિયાળામાં શક્કરિયા ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ ….

શક્કરિયા વિટામીન-એનો સૌથી સારો સ્ત્રોત છે. શક્કરિયા ખાવાથી શરીરમાં વિટામીન-એની 90 ટકા જેટલી જરૂરીયાત પૂર્ણ થઇ જાય છે

Health & Fitness
Untitled 27 2 શિયાળામાં શક્કરિયા ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ ....

શક્કરિયા માત્ર સ્વાદમાં જ સારા હોય છે એવું નથી તે સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક હોય છે. તે ઇન્સ્ટન્ટ એનર્જીનું પાવર બુસ્ટર છે.તેને ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. આવો આપને શિયાળામાં શક્કરિયા ખાવાના ફાયદા બતાવીએ.શક્કરિયામાં કેલેરી અને સ્ટાર્ચની સામાન્ય માત્રા હોય છે. ઉપરાંત સેચ્યૂરેટેડ ફેટ અને કોલસ્ટ્રોલની માત્રા તેમાં સાવ નહીવત હોય છે.તેમાં ફાઇબર, એન્ટી ઓક્સિડેન્ટ, વિટામીન અને લવણ ભરપુર માત્રામાં હોય છે.

શક્કરિયામાં વિટામીન બી-6 હોય છે.જે શરીરમાં હોમોસિસ્ટિન નામના એમિનો એસિડના સ્તરને ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. એમિનો એસિડની માત્રા વધવાથી શરીરમાં બિમારીઓની સંભાવના પણ વધી જાય છે.શક્કરિયા વિટામીન-ડીનો ખુબજ સારો સ્રોત છે. વિટામીન-ડી દાંત, હાડકા, ત્વચા, તેમજ નસોની ગ્રોથ અને મજબુતી માટે આવશ્યક છે.

શક્કરિયમાં ભરપૂર માત્રામાં આર્યન હોય છે. આર્યનની ઉણપને કારણે આપણને અશક્તિ વર્તાય છે..રોગ પ્રતિકારક ક્ષમતા પ્રભાવિત થાય છે. અને બ્લડ સેલ્સનું નિર્માણ યોગ્ય રીતે થઇ શકતું નથી.શક્કરિયા આર્યનની ઉણપને દુર કરવા માટે ખુબજ ફાયદાકારક છે.શક્કરિયામા કેરોટીનોયડ નામનું તત્વ હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે..ઉપરાંત તેમાં રહેલું વિટામીન બી-6 ડાયાબિટિસ અને હૃદયરોગના દર્દીઓ માટે લાભદાયક છે.

શક્કરિયા વિટામીન-એનો સૌથી સારો સ્ત્રોત છે. શક્કરિયા ખાવાથી શરીરમાં વિટામીન-એની 90 ટકા જેટલી જરૂરીયાત પૂર્ણ થઇ જાય છે.શક્કરિયા પોટેશિયમનો પણ ખુબ જ સારો સ્ત્રોત છે. તે નર્વસ સિસ્ટમની સક્રિયતાને યોગ્ય બનાવી રાખવા માંટે આવશ્યક છે. સાથે જ કિડનીને સ્વસ્થ રાખવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.