Not Set/ ઓશિકા વગર ઊંઘવાથી થાય છે અનેક લાભ, જાણી લો તમે પણ ..

આજકાલની યુવતીઓને જે સમસ્યા હેરાન કરે છે એ છે મોઢા પર ખીલ થવા. ઘણી યુવતીઓ તો રીતસર ડિપ્રેશનમાં આવી જતી હોય છે

Health & Fitness Lifestyle
Untitled 67 ઓશિકા વગર ઊંઘવાથી થાય છે અનેક લાભ, જાણી લો તમે પણ ..

આપણા ઘરમાં પણ બધાની સ્ટાઇલ અલગ લેગ જ હોય છે અને એમાં પણ અમુક તો બહુ ખોટી રીતે ઊંઘતા હોય છે. શું તમે જાણો છો ખોટી રીતે સૂવું એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકશાન કારક હોઈ શકે છે.લગભગ દરેક વ્યક્તિ એ સુવાના સમયે ઓશીકું લઈને જ ઊંઘે છે પણ તમને ખબર નહિ હોય કે ઓશીકું માથે રાખીને સૂવાથી આપણી ડોક અને કરોડરજ્જુમાં ઘર્ષણ થાય છે અને તેના લીધે ઘણીવાર ગરદનમાં મોચ આવી જવી કે પછી ડોક અકડાઈ જવી જેવી અનેક મુશ્કેલીઓ થતી હોય છે.

આજે અમે તમારી માટે લાવ્યા છે એવી માહિતી કે જેનાથી તમને રાત્રે સારી ઊંઘ તો આવશે જ સાથે સાથે તમારા હંમેશના માથાના દુખાવાને પણ તમે અલવિદા કહી દેશો. તો આવો તમને જણાવીએ કે ઓશિકા વગર સૂવાથી તમને શું લાભ થશે.

Untitled 68 ઓશિકા વગર ઊંઘવાથી થાય છે અનેક લાભ, જાણી લો તમે પણ ..

આજકાલની યુવતીઓને જે સમસ્યા હેરાન કરે છે એ છે મોઢા પર ખીલ થવા. ઘણી યુવતીઓ તો રીતસર ડિપ્રેશનમાં આવી જતી હોય છે. તો તમને જણાવી દઈએ કે ઓશિકા પર સૂવાથી ચહેરા પર ડાઘ અને ખીલ થતા હોય છે. આખો દિવસ ઓશિકા પર લાગેલ ધૂળ અને તેના જીણા જીણા રજકણ એ તમારા ચહેરા પર ખીલ થવા પાછળ મેઈન કારણ છે. તો હવે ઓશિકા વગર ઊંઘવા માટે પ્રયત્ન કરજો.

આટલું જ નહિ તમને જણાવી દઈએ કે ઓશીકા વગર ઊંઘવાથી તમને પીઠમાં દુખાવો પણ નહિ થાય. જયારે આપણે ઓશિકા પર માથું રાખીને ઊંઘીએ છીએ તો આપણી કરોડરજ્જુની સ્થિતિ બદલાય છે અને તેને લીધે આપણને વારંવાર બરડો દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. જો તમે ઓશિકા વગર ઊંઘશો તો તમારા ડોક સ્પાઇનની દિશામાં રહેશે અને તેના લીધે  તમને દુખાવો ઓછો થઇ જશે. તો હવે જયારે પણ ઊંઘો ઓશીકું લીધા વગર ઉંઘજો.

Untitled 69 ઓશિકા વગર ઊંઘવાથી થાય છે અનેક લાભ, જાણી લો તમે પણ ..