National Flag/ તિરંગો ફરકાવવાનાં છે કેટલાક નિયમો, જાણો નહીંતર થશે સજા

26મી જાન્યુઆરીના દિવસએ દેશના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે સમર્ગ દેશવાસીઓમાં તિરંગો લહેરાવવા માટે ઉત્સાહ હોય છે.

India
s 11 તિરંગો ફરકાવવાનાં છે કેટલાક નિયમો, જાણો નહીંતર થશે સજા

26મી જાન્યુઆરીના દિવસએ દેશના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે સમર્ગ દેશવાસીઓમાં તિરંગો લહેરાવવા માટે ઉત્સાહ હોય છે. પરંતુ ધ્વજવંદન કરવા માટેના કેટલાક નિયમો હોય છે.જેનું પાલન કરવું જરૂરી છે. જો કોઈ નાગરિક ધ્વજવંદનના નિયમોનું પાલન નથી કરતું કે ઉલગન કરે છે તો તે નાગરિક સજાને પાત્ર છે.

આજે દેશભરમાં 72મો ગણતંત્ર દિવસ ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ખાસ તહેવાર પર વિવિધ રાજ્યોમાં રાષ્ટ્ ધ્વજ લેહરાવવામાં આવશે. સાલ 2002માં ભારતીય રાષ્ટીય ધ્વજ સંહિતા બનાવવામાં આવી હતી. જેમાં બધા જ નિયમો ઓપચારિકતાઓ અને નિર્દેશન વિશે જાણકારી આપવામાં આવી છે. જેને 26 જાન્યુઆરી 2002ના દિવસે લાગુ કરવામાં આવ્યો હતો. જેનું ઉલ્લધન કરે તો તે નાગરિક સજાને પાત્ર બને છે.

રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે ધ્યાન રાખવા જેવી બાબતો

  • તિરંગાને ક્યારે પણ ખોટી રીતે લહેરાવી શકાય નહીં. જો ખોટી રીતે લેહરાવવાથી આર્થિક દંડની સાથે સાથે જેલ પણ થઈ શકે છે. જેનો ભારતીય ધ્વજ સંહિતા નામનો કાયદો પણ છે.
  • સરકારી ભવન પર તિરંગો રવિવાર અને અન્ય રજાઓના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત સુધી જ લહેરાવી શકાય. વિશેષ દિવસે જ તિરંગાને રાત્રે લહેરાવી શકાય.
  • તિરંગાને ક્યારે પણ ઊંધો ના લહેરાવી શકાય.
  • તિરંગો સિલ્ક અને ખાદીનો જ હોવો જોઈએ. પ્લાસ્ટિકનો તિરંગો લેહરાવવાથી સજા થઈ શકે છે.
  • તિરંગો લેહરાવતી વખતે ક્ષતિગ્રસ્ત ના હોવો જોઈએ.
  • તિરંગા પર લખેલું પણ ગેરકાનૂની છે.
  • તિરંગો ક્યારેક ફરકાવતી વખતે જમીન ને ના અડતો હોવો જોઈએ.
  • જ્યારે તિરંગો લહેરાવવામાં આવે ત્યારે તેની આસપાસ કોઈ પણ બીજો ધ્વજ એનાથી ઉપર ના લહેરાવી શકાય.
  • તિરંગનો રંગ ઉતરી જાય અથવા તિરંગો ફાટી જાય ત્યારે એકાંતમાં તેને પાણીમાં વિસજન કરવામાવે.
  • શહીદોના પાર્થિવ શરીર પરથી ઉતરેલો તિરંગાને પણ જલ સમાધિ આપવામાં આવે છે.
  • જો તમને ક્યાંય પણ તિરંગાનું અપમાન થતું જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરો.
  • તિરંગો જમીન પર પડેલો હોય અથવા તો લોકોનાં પગે આવતો તો તે પણ સજાને પાત્ર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો