Not Set/ ‘ઘોડો નાસી ગયા પછી કોર્પોરેશન તબેલાને તાળું મારવા નીકળી’ હજારો બિમાર પડ્યા પછી ‘ધુમાડો’ છોડ્યો

અમદાવાદ, સમગ્ર શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે. ઘરે-ઘરે ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીના ખાટલા જોવા મળે છે. પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં મેલેરિયા પર નિયંત્રણ માટે હેલ્થ વિભાગ દ્વારા ઘરથી ઘરનો સર્વે શરૂ કરાયો છે, પરંતુ ચિકનગુનિયાએ પણ માથું ઊંચક્યું છે. મચ્છરોના ઉત્પાતથી નાગરિકો પરેશાન છે. અમદાવાદમાં ચિકનગુનિયાના કેસમાં પણ […]

Top Stories Ahmedabad Gujarat Trending
photo 17 'ઘોડો નાસી ગયા પછી કોર્પોરેશન તબેલાને તાળું મારવા નીકળી’ હજારો બિમાર પડ્યા પછી ‘ધુમાડો’ છોડ્યો

અમદાવાદ,

સમગ્ર શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે. ઘરે-ઘરે ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીના ખાટલા જોવા મળે છે. પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં મેલેરિયા પર નિયંત્રણ માટે હેલ્થ વિભાગ દ્વારા ઘરથી ઘરનો સર્વે શરૂ કરાયો છે, પરંતુ ચિકનગુનિયાએ પણ માથું ઊંચક્યું છે.

મચ્છરોના ઉત્પાતથી નાગરિકો પરેશાન છે. અમદાવાદમાં ચિકનગુનિયાના કેસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. કોર્પોરેશનના ચોપડે તો ચિકનગુનિયાનો એક જ કેસ નોંધાયો છે, જયારે રોગચાળામા ઝાડા-ઉલટીના 515 કેસ રજીસ્ટર થયેલા છે.

ઝેરી મલેરિયા-875 કેસ,

સાદા મલેરિયા- 169 કેસ,

ડેન્ગ્યુ-52 કેસ,

ચીકનગુનિયા-3 કેસ,

ઝાડ-ઉલટી-515 કેસ,

કમળો-318 કેસ,

ટાઇફોઇડ-315 કેસ,

કોલેરા-16 કેસ.

જે આકડા દર્શાવામા આવ્યા છે તે કોર્પોરેશન ચોપડે નોધાયેલા છે એટલે કે હકીકતમા જોવા જઇએ તો આ આંકડા વધુ પણ હોઇ શકે છે.

રોગ ચાળો વકરી રહયો છે ત્યારે આરોગ્ય ખાતુ મચ્છરોની ઉત્પતી સ્થાન એવા કનસ્ટ્રકશન સાઇટ ચેકીગ–ફોગીંગ જેવી કાર્યવાહી કરી કાઇક કર્યાનો દેખાડો કરી રહી છે. પરંતુ ‘ઘોડો નાસી ગયા પછી કોર્પોરેશન તબેલાને તાળું મારવા નીકળી; તેમ ચોમાસા પહેલા કામગીરી કરવામા આવે તો ચોમાસામા વકરતો રોગચાળો અટકાવી શકાય.