Politics/ ચર્ચા બહુ થઇ, દેશવાસીઓને રસી મફત મળવી જોઈએ: રાહુલ ગાંધી

કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમણે ભારતને તેમની સિસ્ટમનો શિકાર ન બનાવવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં દરેકને મફત રસી મળવી જોઈએ.

Top Stories India
123 123 ચર્ચા બહુ થઇ, દેશવાસીઓને રસી મફત મળવી જોઈએ: રાહુલ ગાંધી

કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમણે ભારતને તેમની સિસ્ટમનો શિકાર ન બનાવવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં દરેકને મફત રસી મળવી જોઈએ. રાહુલ ગાંધીએ સોમવારે ટ્વીટ કર્યું હતું કે, ‘ઘણી ચર્ચાઓ થઈ. દેશવાસીઓને રસી મફત મળવી જોઈએ – બસ વાત ખતમ. ભારતને ભાજપ પ્રણાલીનો શિકાર ન બનાવો!

ગુજરાત / યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સદંતર બંધ, કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીનું આ ટ્વીટ એવા સમયે આવ્યું છે, જ્યારે દેશમાં કોરોના રસીનાં ભાવ અંગે ચર્ચા ચાલી રહી છે. 1 મે થી, સરકારે 18 વર્ષથી વધુ ઉંમરનાં તમામ નાગરિકોને કોરોના રસી આપવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ છેલ્લા ઘણા અઠવાડિયાથી માંગ કરી રહ્યા છે કે, દેશનાં તમામ નાગરિકોને મફત રસી ઉપલબ્ધ કરાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ રસી રાજ્ય સરકારોને રૂ. 400 એક ડોઝ દીઠ અને ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયામાં મળશે. બીજી તરફ, ભારતની બાયોટેકની કોવેક્સિન રસી રાજ્યોને ડોઝ દીઠ 600 રૂપિયા અને ખાનગી હોસ્પિટલોને 1200 રૂપિયામાં મળશે. વળી  ઘણી રાજ્ય સરકારોએ જાહેરાત કરી છે કે તેઓ લોકોને નિ:શુલ્ક રસી અપાવશે.

Interesting / લો બોલો!! પતિથી છૂટાછેડા લઇને યુવતીએ સસરા સાથે કરી દીધા લગ્ન

ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસનાં ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે અને આજ સુધી વિશ્વનાં કોઈ પણ દેશમાં આવું બન્યું નથી. ફરી એક વખત બે લાખથી વધુ દર્દીઓ કોરોનાથી ઠીક થયા છે.જ્યારે ત્રણ દિવસમાં પોણા સાત લાખ લોકો કોરોનાથી ઠીક થયા છે.રવિવારે દેશમાં 3.54 લાખ કેસ નોંધાયા છે અને 2,800 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. હવે એક્ટિવ કેસનો આંકડો 28.9 લાખને પાર પહોંચ્યો છે. તેની સામે સતત બીજા દિવસે 2,800 થી વધુનાં મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક 66,191 નવા કેસ નોંધાયા છે.

Untitled 43 ચર્ચા બહુ થઇ, દેશવાસીઓને રસી મફત મળવી જોઈએ: રાહુલ ગાંધી