સાંત્વના/ સાયરાબાનુંને સાંત્વના પાઠવતા શાહરૂખની ભાવનાત્મક ક્ષણની તસવીર સામે આવી

દિલીપકુમાર અને સાયરા બાનુ શાહરૂખ ખાનને તેમનો પુત્ર માનતા હતા. શાહરૂખ ઘણા પ્રસંગોએ પુત્રની ફરજ નિભાવતા પણ જોવા મળ્યો છે

Entertainment
shahrukh સાયરાબાનુંને સાંત્વના પાઠવતા શાહરૂખની ભાવનાત્મક ક્ષણની તસવીર સામે આવી

દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના અવસાનથી ચાહકોને મોટો આઘાત  લાગ્યો છે, જ્યારે તેમની પત્ની સાયરા બાનુ સંપૂર્ણ તૂટી ગયા  છે. આ મુશ્કેલ સમયમાં ઘણા લોકો સાયરાને આશ્વાસન આપવા પહોંચી રહ્યા છે. આ બધાની વચ્ચે તેમને સહારો બનનાર  અભિનેતા શાહરૂખ ખાન પણ ત્યાં પહોચ્યો હતો  દિલીપ કુમારે શાહરૂખ કાનને  પુત્ર જ માનતા હતા , દિલીપ સાહેબના ગયા બાદ શાહરૂખ  તેમના પુત્રની જવાબદારી નિભાવતો જોવા મળી રહ્યો છે અંતિમ દર્શન પર દુ: ખમાં બેઠેલી સાયરા બાનુ પાસે બેઠો હતો . આ સમયે ખુબ જ ભાવનાત્મક ક્ષણની કેટલીક તસવીરો સામે આવી છે.

બોલિવૂડથી લઈને રાજકારણ સુધીની અનેક હસ્તીઓ દિલીપ કમારના અંતિમ દર્શન કરવાપહોંચી રહી છે. આ દરમિયાન ઘણા લોકોની તસવીરો પણ સામે આવી રહી છે.  દિલીપકુમારની છેલ્લી ઝલક પર તેની પત્ની સાયરા બાનુને જોયા પછી દરેકની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. પીડા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી , જ્યારે દરેક તેમને હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. અભિનેતા શાહરૂખ ખાન પણ કેટલાક આવા જ પ્રયત્નો કરતા જોવા મળ્યા હતા, તાજેતરમાં પ્રકાશિત તસવીરોમાં શાહરૂખ ખાન સાયરાબાનુંને તેમની બાજુમાં બેસીને દિલાસો આપી રહ્યો છે અને સાયરાબાનું આંખો બંધ કરીને દર્દ છુપાવવા માટે  પ્રયત્નો કરી રહ્યા છે આ ભાવનાત્મક ક્ષણનાં તસવીરમાં કેદ થઇ છે.

દિલીપકુમાર અને સાયરા બાનુ શાહરૂખ ખાનને તેમનો પુત્ર માનતા હતા. શાહરૂખ ઘણા પ્રસંગોએ પુત્રની ફરજ નિભાવતા પણ જોવા મળ્યો છે. તે જ સમયે, દિલીપકુમારને ગુમાવવાનું દુ :ખ છુપાવતી વખતે, તેણે સાયરાને હિંમત આપીને પુત્રની જવાબદારી નિભાવી છે.