અંદાજ/ ગુજરાત સહીત દેશભરમાં ચોમાસું રહેશે આવું

દર વર્ષે પડતા સામાન્ય વરસાદથી થોડો વધુ વરસાદ દેશમાં પડશે એવો એક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જ્યારે ગુજરાતના સ્થાનિક જ્યોતિષના મતે આ વર્ષે ચોમાસું સામાન્ય કે ઓછું રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Top Stories India Trending
ચોમાસું

દેશભરમાં ચોમાસું શરૂ થઇ ચુક્યું છે જોકે ચોમાસાની થોડી નબળી શરૂઆતને લીધે પ્રથમ બે દિવસમાં એટલે કે બીજી જૂન સુધીમાં સમગ્ર ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્યથી 40 ટકા ઓછો રહ્યો છે. પૂર્વોત્તરના મણિપુર નાગાલેન્ડ અને મિઝોરામના કેટલાક વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે. સામાન્ય સમય પૂર્વે પાંચ જૂન સુધીમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં અને ૧૦ જૂન સુધીમાં પશ્ચિમ બંગાળના પ્રાંતોમાં ચોમાસુ પહોંચી જશે. સ્કાયમેટના વર્તારા મુજબ આગામી દસ દિવસોમાં મહારાષ્ટ્ર અનેક વિસ્તારો ઉપરાંત તેલંગણા કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કેરળ આ બધા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડશે.

મળતી માહિતી મુજબ નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેને લીધે પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ગાજવીજ જોવા મળે પરંતુ વરસાદની સંભાવના અહીં ખૂબ ઓછી છે. એક સાયક્લોનિક પ્રભાવ બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ છવાયેલું જોવા મળે છે જેના કારણે બિહાર ઝારખંડ અને ઓડિશા સાથે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં ગઈકાલે ગાજવીજ સાથે જોરદાર વરસાદ જોવા મળ્યો. આગામી દિવસોમાં આસામ મેઘાલય અને આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ જામી જશે તેવી આગાહી પણ થઈ છે સમગ્ર ઉત્તર-પૂર્વ રાજ્યોમાં મધ્યમથી મુશળધાર વરસાદ જોવા મળશે.
દક્ષિણ ભારતમાં કર્ણાટક તમિલનાડુમાં કેટલાક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ જોવા મળ્યો છે. કર્ણાટકમાં બેંગ્લોર સહિતના સ્થળોએ હવે વરસાદની ગતિવિધિ જોર પકડશે તેવો વર્તારો પણ થયો છે. આગામી એક અઠવાડિયા સુધી દક્ષિણ ભારતમાં ચોમાસુ સામાન્ય અથવા નબળું બની રહેશે. જો કે પૂર્વોત્તર રાજ્યોમાં ઝડપભેર ચોમાસું પહોંચી ગયું છે અને ભારે વરસાદ આપશે.

સ્કાયમેટના અનુમાન પ્રમાણે સરેરાશ દર વર્ષે થતા વરસાદથી 98 ટકા વરસાદ આ વર્ષે થવાની સંભાવના છે, ત્યારે હવામાન ખાતુ પહેલા 99% કહેતું હતું, અને હવે સુધારેલા અંદાજ મુજબ 103 ટકા, એટલે કે દર વર્ષે પડતા સામાન્ય વરસાદથી થોડો વધુ વરસાદ દેશમાં પડશે એવો એક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જ્યારે ગુજરાતના સ્થાનિક જ્યોતિષના મતે આ વર્ષે ચોમાસું સામાન્ય કે ઓછું રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : પાકિસ્તાને આપ્યા સંકેત, યાસીન મલિકનો મુદ્દો આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઉઠાવશે