Cricket/ બેબી એબી ડી વિલિયર્સ સહિત આ 6 ખેલાડીઓ ‘ICC Player of the Month Award’ માટે નોમિનેટ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જાન્યુઆરી મહિના માટે ‘ICC Player of the Month Award’ માટે 6 ખેલાડીઓને નોમિનેટ કર્યા છે. જેમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલા ક્રિકેટરનો સમાવેશ થાય છે.

Sports
1 7 1 બેબી એબી ડી વિલિયર્સ સહિત આ 6 ખેલાડીઓ 'ICC Player of the Month Award' માટે નોમિનેટ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ જાન્યુઆરી મહિના માટે ‘ICC Player of the Month Award’ માટે 6 ખેલાડીઓને નોમિનેટ કર્યા છે. જેમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલા ક્રિકેટરનો સમાવેશ થાય છે. અંડર-19 વર્લ્ડ કપ 2022ની આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનાં ડેવાલ્ડ બ્રેવિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – IND VS WI / બીજી ODI માટે આ ત્રણ ખેલાડીઓ છે પૂરી રીતે તૈયાર, નેટમાં કરી રહ્યા છે પ્રેક્ટિસ

‘બેબી એબી ડી વિલિયર્સ’ તરીકે પ્રખ્યાત બ્રેવિસ ટુર્નામેન્ટમાં ટોપ સ્કોરર હતો. બ્રેવિસને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. તેની ટીમ પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. બ્રેવિસે છ મેચની છ ઇનિંગ્સમાં 84.33ની એવરેજથી 506 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 45 ફોર અને 18 સિક્સર ફટકારી હતી. બ્રેવિસ ઉપરાંત બાંગ્લાદેશનાં ઝડપી બોલર ઇબાદત હુસૈન અને દક્ષિણ આફ્રિકાનાં વરિષ્ઠ બેટ્સમેન કીગન પીટરસનને પણ જાન્યુઆરી મહિનાનાં ICC Player of the Month Award માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ઇબાદતે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં નવ વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ટેસ્ટમાં 46 રનમાં છ વિકેટ લઈને ન્યૂઝીલેન્ડમાં બાંગ્લાદેશને પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતવામાં મદદ કરી હતી. વળી, દક્ષિણ આફ્રિકાનાં બેટ્સમેન પીટરસને ભારત સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના શાનદાર પ્રદર્શનનાં કારણે દક્ષિણ આફ્રિકાએ ભારતને ટેસ્ટ સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. પીટરસને નંબર 3 પર બેટિંગ કરતા સીરીઝમાં 244 રન બનાવ્યા હતા અને પ્લેયર ઓફ ધ સીરીઝ રહ્યો હતો. મહિલાઓમાં શ્રીલંકાની ચમારી અટાપટ્ટુ, વેસ્ટ ઈન્ડિઝની ડિઆન્ડ્રા ડોટિન અને ઈંગ્લેન્ડની હીટર નાઈટને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. શ્રીલંકાની મહિલા ટીમની કેપ્ટન અટાપટ્ટુએ જાન્યુઆરી મહિનામાં કોમનવેલ્થ ગેમ્સ ક્વોલિફાયરમાં ટીમ માટે સારું પ્રદર્શન કર્યું હતું. તે ટુર્નામેન્ટની ટોપ સ્કોરર હતી. તેના બેટમાંથી 221 રન આવ્યા અને તેણે ચાર વિકેટ પણ લીધી.

આ પણ વાંચો – PSL 2022 / આ લીગમાં જેસન રોયનો જોવા મળ્યો ખતરનાક અંદાજ, તોફાની બેટિંગથી બનાવી દીધા 57 બોલમાં 116 રન

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ડોટિને ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામેની બે મેચમાં 187 રન બનાવ્યા છે. તેણે વોન્ડ્સ ખાતે અણનમ 150 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં તેણે 18 ચોક્કા અને ચાર છક્કા ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડની કેપ્ટન હીટર નાઈટે ઓસ્ટ્રેલિયા સામે મહિલા એશિઝની એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેનબેરામાં રમાયેલી આ ટેસ્ટમાં નાઈટે 216 રન બનાવ્યા હતા. તેણીએ પ્રથમ ઇનિંગમાં અણનમ 168 રન બનાવ્યા હતા, જે મહિલા ટેસ્ટનાં ઈતિહાસમાં કોઈપણ સુકાનીનો સર્વોચ્ચ સ્કોર છે.