વલસાડ/ આ સાહસિક બુલેટરાજાઓ લેહ-લદાખ સુધી 6 હજાર કી.મી.નો પ્રવાસ ખેડીને આવ્યા

વલસાડ જિલ્લાના પારડી અતુલ અને વલસાડના 8 સાહસિક બુલેટરાજાઓ લેહ, લદાખ સુધી 6 હજાર કિમિનો પ્રવાસ ખેડીને આવ્યા છે. અને પ્રવાસની સાથે કોરોનાવાયરસની જાગૃતિનો સંદેશો પણ લોકો સુધી પહોચાડ્યો છે. 

Gujarat Others
mahadev 5 આ સાહસિક બુલેટરાજાઓ લેહ-લદાખ સુધી 6 હજાર કી.મી.નો પ્રવાસ ખેડીને આવ્યા

વલસાડ જિલ્લાના પારડી અતુલ અને વલસાડના 8 સાહસિક બુલેટરાજાઓ લેહ, લદાખ સુધી 6 હજાર કિમિનો પ્રવાસ ખેડીને આવ્યા છે. અને પ્રવાસની સાથે કોરોનાવાયરસની જાગૃતિ નો સંદેશો પણ લોકો સુધી પહોચાડ્યો છે.

કારગિલમાં માઈનસ ટેમ્પરેચરમાં ઉતંગ શીખર સર કરી ભારત માતા કી જય ના નારા સાથે તિરંગો લહેરાવ્યો છે. સાથો સાથ સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સાથે લડી રહ્યું છે અને કોરોનાની ત્રીજી લહેરના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે કોરોના મહામારીથી બચવા વેક્સિનેશન જ રામબાણ ઈલાજ છે અને અને વેક્સિન દરેકે ફરજિયાત લેવી તેવો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો છે.

19 દિવસનો સાહસિક અને રોમાંચક પ્રવાસમાં કારગીલ સેકટરમાં પણ મુલાકાત લઇને શહીદોને શ્રધ્ધાંજલિ અર્પી છે.
રાજેસ્થાનમાં પ્રચલિત બુલેટ બાબાના મંદિરના દર્શન કરી, અમૃતસર સુવર્ણ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.