csk/ હૈદરાબાદ સામે ચેન્નાઈના પરાજયના આ પાંચ છે દાવેદાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 18મી મેચમાં ભૂતપૂર્વ ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સનો સળંગ બીજી મેચમાં પરાજય થયો હતો. આ પહેલા દિલ્હી કેપિટલ્સ અને તેના પછી સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈને છ વિકેટે હરાવતા ચેન્નાઈના કેમ્પમાં સોંપો પડી ગયો છે.

Breaking News Trending Sports
Beginners guide to 2024 04 06T160852.203 હૈદરાબાદ સામે ચેન્નાઈના પરાજયના આ પાંચ છે દાવેદાર

ચેન્નાઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 18મી મેચમાં ભૂતપૂર્વ ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સનો સળંગ બીજી મેચમાં પરાજય થયો હતો. આ પહેલા દિલ્હી કેપિટલ્સ અને તેના પછી સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈને છ વિકેટે હરાવતા ચેન્નાઈના કેમ્પમાં સોંપો પડી ગયો છે. ચેન્નાઈ સામેની મેચ હૈદરાબાદે સરળતાથી નવ બોલ બાકી હતા ત્યારે જીતી લીધી હતી. આ મેચમાં ક્યારેય એવું લાગ્યું જ નહીં કે ચેન્નાઈ આ મેચ જીતી શકે છે. ચેન્નાઈના આ પરાજયમાં ટીમના પાંચ ખેલાડીઓની ભૂમિકા મહત્વની રહી હતી.

ઋતુરાજ કેપ્ટન તરીકે નિષ્ફળ

સનરાઇઝર્સ સામેની મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ ને મળેલી હારનું એક મોટું કારણ ટીમના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ નું બેટિંગમાં ફ્લોપ થવું છે. સનરાઇઝર્સ વિરુદ્ધ CSK ટીમ માટે રમતા મેચમાં રૂતુરાજ ગાયકવાડ 21 બોલમાં માત્ર 26 રન જ બનાવી શક્યો હતો. રુતુરાજની ધીમી બેટિંગના કારણે બાકીના બેટ્સમેનો પર દબાણ વધી ગયું જેના કારણે ટીમ 165 રન જ બનાવી શકી.

ડેરીલ મિશેલે સ્પીડ ન પકડી

ટીમનો સ્ટાર બેટ્સમેન ડેરીલ મિશેલ મિડલ ઓર્ડરમાં ખુલીને બેટિંગ ન કરી શક્યો. મિશેલે 11 બોલમાં માત્ર 13 જ રન બનાવ્યા. એટલે જ જ્યારે મિશેલ આઉટ થયો ત્યારે ચાહકો ખુશ થઈ ગયા, કારણ કે તેના પછી ધોની બેટિંગ કરવા આવ્યો, પરંતુ તે પણ કોઈ ખાસ કમાલ કરી શક્યા નહીં.

રચિન રવિન્દ્ર નિષ્ફળ

ન્યૂઝીલેન્ડનો ઓપનર બેટ્સમેન રચિન રવિન્દ્ર સનરાઇઝર્સ સામેની મેચમાં  ટીમને સારી શરૂઆત અપાવી શક્યો નહીં. રવિન્દ્ર 9 બોલમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. રચિનના વહેલા આઉટ થવાને કારણે રુતુરાજ ગાયકવાડ પણ છૂટથી રમી શક્યો નહીં જેના કારણે સનરાઇઝર્સના બોલરોનો દબદબો વધી ગયો. CSKની હારનું મુખ્ય કારણ એ રહ્યું કે રચિનને ​​સારી શરૂઆત ન મળી શકી.

દીપક ચહર ના ચાલ્યો

CSKનો મુખ્ય ફાસ્ટ બોલર દીપક ચહર પણ સનરાઇઝર્સ સામેની આ મેચમાં ઘણો મોંઘો સાબિત થયો. જો કે, તેને એક વિકેટ જરૂર લીધી પણ તેણે 3.1 ઓવરમાં 32 રન આપી દીધા. દીપક 17મી સિઝનમાં CSK માટે બોલિંગની કમાન સંભાળી રહ્યો છે, પરંતુ તેની આવી ધોલાઈથી ટીમ જીતી શકશે નહીં.

મુકેશ ચૌધરીની એક જ ઓવરમાં 27 રન

ચેન્નઈ સુપર કિંગ્સ  માટે ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ ટીમ માટે માત્ર એક ઓવર ફેંકી, જેમાં તેને 27 રન આપી દીધા. આટલી મોંઘી ઓવર પછી રુતુરાજ ગાયવાડ ફરીથી મુકેશને બોલ આપવાની હિંમત ન કરી શક્યો. મુકેશ ચૌધરીની આ ઓવર પણ ટીમને ઘણી મોંઘી પડી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Rishabh Pant/પંતને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ જાણો કેમ

આ પણ વાંચો:RCB vs KKR Live: કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો:ક્રિકેટર પૂજા વસ્ત્રાકરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ડીલિટ કરી, PM અને દિગ્ગજ નેતાઓ પરની પોસ્ટ વાયરલ