costly/ કોરોનાના કહેર વચ્ચે રહેવા માટે દુનિયામાં સૌથી મોંઘા શહેર કયા ?

ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટના જણાવ્યાનુસાર કોરોના મહામારીના આ સમયમાં દુનિયાના અંદાજે 130 શહેરોમાં વસવાટ કરવા માટે ખર્ચમાં ઘણો બધો ફેરફાર આવ્યો છે.

World
godhara 6 કોરોનાના કહેર વચ્ચે રહેવા માટે દુનિયામાં સૌથી મોંઘા શહેર કયા ?

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ આખામાં પોતાનો આતંક્ફેલાવ્યો છે. ત્યારે વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે પણ રહેવામાં અતે ના કેટલાકમોંઘા શહેરો છે. ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટના જણાવ્યાનુસાર કોરોના મહામારીના આ સમયમાં દુનિયાના અંદાજે 130 શહેરોમાં વસવાટ કરવા માટે ખર્ચમાં ઘણો બધો ફેરફાર આવ્યો છે.

The Official Zurich City Guide | zuerich.com

2020માં જ્યુરિચ(સ્વીટઝરલેન્ડ),  પેરિસ (ફ્રાંસ) અને હોંગકોંગ અતિ ખર્ચાળ શહેરોની યાદીમાં સંયુક્તરૂપે સામેલ છે. સિંગાપુર ચોથા સ્થાને અને તેલ અવીવ (ઈઝરાયલ) અને ઓસાકા (જાપાન) સંયુક્તરૂપે 5માં સ્થાન પર છે. ત્યારબાદ સ્વીટઝરલેન્ડનું જીનીવા, અમેરિકાનું ન્યુયોર્ક, ડેનમાર્કનું કોપનહેગન અને USAનું લોસ એન્જેલસ છે.

पेरिस - विकिपीडिया

સૌથી મોંઘા શહેરોની યાદીમાં સ્વીટઝરલેન્ડના જયુરિચ અને ફ્રાંસના પેરિસે સિંગાપુર અને ઓસાકા શહેરને પાછળ છોડી દીધા છે. Covid-19 રોગચાળાએ ઘણી બધી વસ્તુઓની માંગ અને ભાવમાં ફેરબદલ કર્યો છે. પુસ્તકોનું વેચાણ પણ મોટી માત્રામાં વધ્યું છે. ઈલેક્ટ્રોનિક્સની કિંમતમાં વધારો થયો છે. જ્યારે કપડાની કિંમતોમાં ઘટાડો થયો છે. નબળા રહેલા ડૉલરના કારણે અમેરિકામાં કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે.

25 Best Things to Do in Osaka (Japan) - The Crazy Tourist

મનોરંજન, તમાકુ પ્રોડક્ટ, દારૂ, પરિવહન, કરિયાણું અને ઘર ઉપયોગી વસ્તુઓના ભાવ વધારો જોવા મળ્યો છે. જ્યારે કપડાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે.

Tehran 2020: Best of Tehran, Iran Tourism - Tripadvisor

ઈરાનનું તહેરાન 27 રેન્ક આગળ આવી ગયું છે. ખર્ચમાં વધારા પાછળ અમેરિકાના પ્રતિબંધો કારણભૂત છે. જ્યારે બ્રાઝિલના રિયો ડી જાનેરો  અને સાઓ પાઉલોમાં સૌથી વધુ ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. ચલણનું અવમૂલ્યન, મહામારી અને ગરીબી કારણ બની છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…