અયોધ્યા રામમંદિર/ 22 જાન્યુઆરીના દિવસે આ રાજ્યોએ જાહેર રજાની કરી જાહેરાત , દેશભરમાં દિવાળીનો માહોલ

22 જાન્યુઆરી દિવસની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ દિવસે અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે કરાતી ધાર્મિક વિધિઓની શરૂઆત થઈ ગઈ છે

Top Stories India
Mantay 65 22 જાન્યુઆરીના દિવસે આ રાજ્યોએ જાહેર રજાની કરી જાહેરાત , દેશભરમાં દિવાળીનો માહોલ

દેશમાં 22 જાન્યુઆરી દિવસની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ દિવસે અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે કરાતી ધાર્મિક વિધિઓની શરૂઆત થઈ ગઈ છે. 500 વર્ષ પછી મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થશે. અયોધ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમારોહની ઉજવણીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ છે. 22 જાન્યુઆરી દિવસને ખાસ બનાવવા કેટલાક રાજ્યોએ જાહેર રજાની જાહેરાત કરી છે.

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને અયોધ્યામાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આખી અયોઘ્યા નગરી અત્યારે રામભક્તિમાં ડૂબી હોય તેવું લાગે છે. પ્રાચીન સમયની જેમ અત્યારે અયોધ્યા નગરીના લોકો ઘરે રંગોળી કરવી તેમજ બહારના રસ્તાથી લઈને એરપોર્ટ જેવા સ્થાનોને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. શ્રી રામ ભગવાન હિંદુઓના આરાધ્ય દેવ છે. આથી દેશના મોટાભાગના લોકો માટે 22 જાન્યુઆરીનો દિવસ વધુ ખાસ છે.

મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા એ દેશ માટે ઐતિહાસિક દિવસ છે.  આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ નિહાળી શકે માટે શ્રદ્ધાળુઓ દ્વારા જાહેર રજાની માંગ કરી હતી જેને કેટલાક રાજ્યોએ મંજૂર રાખી છે. ઉત્તરપ્રદેશ અને ગોવામાં 22 જાન્યુઆરીએ જાહેર રજાની જાહેરાત કરવામાં આવી. આ દિવસે તમામ શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ રહેશે. આ ખાસ દિવસ દિવાળીની જેમ આનંદ અને ઉત્સાહથી ઉજવવાની ગોવાના મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી. તેમજ આદિત્યનાથ યોગી દ્વારા 22 જાન્યુઆરી દિવસને ખાસ બનાવવા ઘરોમાં અને નદી ઘાટ પર અને મહત્વના સ્થાનો પર સાંજે દિવા પ્રગટાવવા કહ્યું. આ સાથે રાજ્યની તમામ ઓફિસો, શાળાઓ અને કોલેજને શણગારવાના આદેશ આપ્યા. જ્યારે રાજસ્થાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ દિવસે જાહેર રજા રહેશે.

ગુજરાતમાં ધારાસભ્ય યોગેશ પટેલે થોડા દિવસ પહેલા જ મંદિરના ઉદ્ઘાટનને લઈને જાહેર રજાની માંગ કરી હતી. શિવજી કી સવારી પરિવારના અગ્રણી તરીકે તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 22 જાન્યુઆરીએ જાહેર રજાની માંગ કરતા અરજી કરતા પત્ર લખ્યો છે. યોગેશ પટેલ સત્યમ શિવમ સુંદર ટ્રસ્ટના અગ્રણી છે. ઉત્તરપ્રદેશ અને ગોવા બાદ ટૂંક સમયમાં સંભવત ગુજરાતમાં પણ 22 જાન્યુઆરી દિવસે જાહેર રજાની જાહેરાત કરવામાં આવી શકે.

રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ