Not Set/ મહારાષ્ટ્રમાં રસીનાં ડબલ ડોઝ પર ભારી પડી રહ્યા છે ડેલ્ટા પ્લસનાં આ ત્રણ વાયરસ

તમામ શક્ય પ્રયાસો કરવા છતા, મહારાષ્ટ્ર કોરોના સંક્રમણનાં કહેરમાંથી બહાર આવી શક્યુ નથી.

Top Stories India
ડેલ્ટા

તમામ શક્ય પ્રયાસો કરવા છતા, મહારાષ્ટ્ર કોરોના સંક્રમણનાં કહેરમાંથી બહાર આવી શક્યુ નથી. કોવિડ-19 ગાઇડલાઇનમાં બેદરકારી ડેલ્ટા વેરિઅન્ટ સંક્રમણનાં કેસોને નીચે આવવા દેતુ નથી. સ્થિતિ એ છે કે સંક્રમણને રોકવાના તમામ પ્રયાસો છતાં, દૈનિક ધોરણે 5 થી 6 હજાર કેસ સામે આવી રહ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનાં ત્રણ અલગ-અલગ વાયરસની હાજરીનાં કારણે નિષ્ણાતોની ચિંતામાં વધારો કર્યો છે.

1 128 મહારાષ્ટ્રમાં રસીનાં ડબલ ડોઝ પર ભારી પડી રહ્યા છે ડેલ્ટા પ્લસનાં આ ત્રણ વાયરસ

આ પણ વાંચો – આતંકનો ઓછાયો / તાલિબાનનાં કબ્ઝા બાદ અસંખ્ય લોકો કાબુલ એરપોર્ટ પર ધસી આવ્યા, જોવા મળ્યા ભયાવહ દ્રશ્યો

નિષ્ણાતોનું માનવું છે કે, ડેલ્ટા પ્લસનાં આ વેરિઅન્ટ કેટલા અંશે ખતરનાક બની શકે છે અને તેમના સંક્રમણનો દર કેટલી હદે ફેલાઈ શકે છે, તેના માટે સંપૂર્ણ અભ્યાસ કરવાની જરૂર છે. નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ, કોરોના વાયરસનાં જીનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનાં કુલ 66 કેસ છે. ચિંતાજનક બાબત એ છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનાં જ ત્રણ અલગ અલગ રૂપ છે. નિષ્ણાતોએ આને AY.1, AY.2 અને AY.3 નામ આપ્યા છે. આના ઉંડા ક્રમથી જાણવા મળ્યું છે કે, ડેલ્ટા-પ્લસનાં 13 વધુ પેટા-વંશ પણ છે. આ AY.1, AY.2, AY.3 થી 13 સુધી જાય છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ, ડેલ્ટા વેરિએન્ટ્સમાં પરિવર્તનનાં અભ્યાસમાં, એવું જાણવા મળ્યું છે કે, ડેલ્ટાનાં સ્પાઇક પ્રોટીનમાં K417N નાં વધારાનાં મ્યુટેસનથી આ વેરિઅન્ટ અને તેના ઉપ વંશ બન્યા છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ, આ વેરિઅન્ટ ચેપગ્રસ્ત કોષો સાથે વાયરસનાં જોડાણને વધારે પ્રોત્સાહન આપે છે.

ડેલ્ટા

આ પણ વાંચો – કાબુલ / અફઘાનિસ્તાનમાં તાલિબાની યુગની શરૂઆત, દેશની આ સ્થિતિ પર આજે થશે UNSC ની બેઠક

જો આપણે આંકડાઓની ભાષામાં વાત કરીએ તો અત્યાર સુધીમાં મુંબઈમાં જ પ્લસ વેરિએન્ટનાં 11 કેસ મળી આવ્યા છે. આને કારણે, પૂર્વ વિસ્તારમાં એક 63 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે પરિવારનાં 6 વધુ લોકો ચેપગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. આમાંના કેટલાક લોકોમાં ડેલ્ટા પ્લસ સંક્રમણનાં કેસ પણ નોંધાયા છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લામાં ગયા મહિને, 69 વર્ષીય મહિલાનું પણ કોરોનાનાં આ પ્રકારથી મૃત્યુ થયું હતું. આ સિવાય રત્નાગિરીમાં એક 80 વર્ષીય મહિલાનું પણ મોત થયું છે. રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત 66 દર્દીઓ મળી આવ્યા છે. જેમાંથી પાંચનાં મોત થયા છે. ગંભીર બાબત એ છે કે આ 66 દર્દીઓમાંથી કેટલાક દર્દીઓએ કોરોના રસીનાં બંને ડોઝ લીધા હતા. આ કેસો રાજ્યનાં જુદા જુદા ભાગોનાં દર્દીઓનાં નમૂનાઓનાં જીનોમ સીક્વેન્સિંગ દ્વારા શોધી કાઠવામાં આવ્યા હતા. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનાં મહત્તમ 13 કેસ જલગાંવમાંથી આવ્યા છે, જ્યારે રત્નાગિરીમાંથી 12 અને મુંબઈમાંથી 11 આ સંક્રમણથી આવી ચુક્યા છે.