Mathura/ મથુરામાં ગરમાયો માહોલઃ અખિલ ભારતીય હિંદુ મહાસભાએ શાહી ઇદગાહ મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠની મંજૂરી માંગી

અખિલ ભારતીય હિંદુ મહાસભાએ છ ડિસેમ્બરે મથુરા જિલ્લામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ સંકુલમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવા અને લડ્ડુગોપાલનો જળાભિષેક કરવા મંજૂરી માંગતા મથુરામાં માહોલ ગરમાયો છે.

India
Shahi idgah masjid મથુરામાં ગરમાયો માહોલઃ અખિલ ભારતીય હિંદુ મહાસભાએ શાહી ઇદગાહ મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠની મંજૂરી માંગી

અખિલ ભારતીય હિંદુ મહાસભાએ છ ડિસેમ્બરે મથુરા જિલ્લામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ સંકુલમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવા અને લડ્ડુગોપાલનો જળાભિષેક કરવા મંજૂરી માંગતા મથુરામાં માહોલ ગરમાયો છે. અખિલ ભારત હિંદુ મહાસભા આ સંકુલ પ્રાચીન શ્રીકૃષ્ણ મંદિરનું ગર્ભગૃહ હોવાનો દાવો કરે છે. આ દરમિયાન મથુરા વહીવટીતંત્રએ જિલ્લામાં કોઈપણ રાજકીય, સામાજિક અથવા ધાર્મિક સંગઠનના પાંચ કે તેથી વધુ લોકોને સભાઓ, ધરણા અને પ્રદર્શન વગેરે માટે મંજૂરી વગર એકત્રિત થવા પર પ્રતિબંધ મૂક્યો છે.

બીજી તરફ અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ વિડીયો જારી કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના લોહીથી પત્ર લખીને છ ડિસેમ્બરે શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં આવેલી શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની પરવાનગી માંગી છે.

મથુરાના ડીએમ પુલકિત ખરેના આદેશ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિબંધિત આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય, સામાજિક અથવા ધાર્મિક સંગઠન અન્ય અનુમતિ વગર પાંચ કે તેથી વધુ લોકોના કોઈપણ પ્રકારના મેળાવડા, ધરણા, પ્રદર્શન વગેરેની અનુમતિ આપવામાં આવશે નહી. તેનું ભંગ કરવા પર પોલીસ ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે છ ડિસેમ્બરના આગમનના પગલે ઉત્તરપ્રદેશમાં પરિસ્થિતિ તંગ ન બને તે માટે પોલીસ સાબદી બની ગઈ છે. તેની સાથે સીઆરપીએફને પણ સ્ટેન્ડબાય રહેવા કહી દેવાયું છે. આ ઉપરાંત રાજ્યના સંવેદનશીલ વિસ્તારો પણ ઓળખી કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ

ગુજરાત ચૂંટણી 2022/સીએમ ભુપેન્દ્ર પટેલના રોડ શોને અમદાવાદના પ્રજાજનોનો જબરજસ્ત આવકાર

Gujarat Assembly Election 2022/નરોડામાં લહેરાતો રહ્યો છે ભગવો, શું ભાજપના ગઢમાં પડકાર રજૂ કરી શકશે કોંગ્રેસ?