Not Set/ ગુજરાતમાં ક્યારેય ત્રીજાે મોરચો સફળ થયો નથી : સી આર પાટીલ

સી. આર.પાટીલે ઉદ્યોગપતિ મહેશ સવાણીના આપમાં જાેડાવા મુદ્દે નિવેદન આપતા કહ્યુ હતુ કે ઉદ્યોગપતિ પોતાના વ્યક્તિગત લાભ માટે કોઈ પક્ષમાં જાેડાયા હોય તેમ બને. રાજકીય આગેવાન પક્ષમાં જાેડાય અને ઉદ્યોગપતિ કોઈ પક્ષમાં જાેડાય તે બંનેમાં તફાવત છે.

Top Stories Gujarat Others
rathyatra 2 9 ગુજરાતમાં ક્યારેય ત્રીજાે મોરચો સફળ થયો નથી : સી આર પાટીલ

@સોનલ અનડકટ, મંતવ્ય ન્યુઝ, ગાંધીનગર.

પ્રદેશ ભાજપની પ્રથમ કારોબારી પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ તકે સી. આર. પાટીલે આમ આદમી પાર્ટીને ગંભીરતાથી નહી લેવાની વાત કરી હતી જ્યારે કોંગ્રેસને તેના ચશ્માા નંબર બદલાવીને પોતાના નેતાઓની ચિંતા કરવાની શીખ આપી હતી.

– કોંગ્રેસના આક્ષેપ પર પાટીલનો જવાબ
– કોંગ્રેસ પોતાના ચશ્માના નંબર બદલે
– કોંગ્રેસ હવે પોતાના પર ધ્યાન આપે
– કોંગ્રેસના ટોપના નેતા રાજીનામા આપી ચુક્યા છે
– કોંગ્રેસ પાસે નવા નેતાઓની નિમણુક માટે નામ પણ નથી
– કોંગ્રેસ ભાજપની ચિંતા છોડે એ કોંગ્રેસના હિતમાં

સી. આર.પાટીલે ઉદ્યોગપતિ મહેશ સવાણીના આપમાં જાેડાવા મુદ્દે નિવેદન આપતા કહ્યુ હતુ કે ઉદ્યોગપતિ પોતાના વ્યક્તિગત લાભ માટે કોઈ પક્ષમાં જાેડાયા હોય તેમ બને. રાજકીય આગેવાન પક્ષમાં જાેડાય અને ઉદ્યોગપતિ કોઈ પક્ષમાં જાેડાય તે બંનેમાં તફાવત છે.

આમ આદમી પાર્ટી એકાદ કાર્યકર્તાના જાેડાણને પણ મોટી અને ખોટી પ્રસિધ્ધિ આપતી હોવાનુ સી. આર. પાટીલે જણાવ્યુ હતુ. આપના અરવિંદ કેજરીવાલને તેમણે ગોબેલ્સ પ્રચારક ગણાવ્યા હતા.

આપ મામલે પાટીલે જણાવ્યુ કે ભાજપ આપ પર નજર ચોક્કસ રાખે છે પણ તેને બહુ ગંભીરતાથી લેતા નથી કેમકે ગુજરાતમાં ક્યારેય ત્રીજાે મોરચો સફળ થયો નથી. સુરતમાં પાસના ઉમેદવારો જ જીત્યા છે અને બાકીની બેઠકો પર આપની ડિપોઝીટ ડુલ થઈ છે માટે આપને ગંભીરતાથી લેવાની જરુર નથી.