New Bill/ અમેરિકામાં ગે સંબધિત આ બિલ પાસ,157 સાંસદોનું સમર્થન

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે સમલૈંગિક લગ્નને સંઘીય સુરક્ષા પ્રદાન કરવા માટેનું બિલ પસાર કર્યું છે

Top Stories World
1 196 અમેરિકામાં ગે સંબધિત આ બિલ પાસ,157 સાંસદોનું સમર્થન

અમેરિકામાં ગે લગ્નની ચર્ચા ફરી જોરશોરમાં છે. આ દરમિયાન યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે સમલૈંગિક લગ્નને સંઘીય સુરક્ષા પ્રદાન કરવા માટેનું બિલ પસાર કર્યું છે. મંગળવારે 267માંથી 157 મતોથી બિલ પસાર થયું હતું.પરતું આ બિલને પડકારવામાં આવશે તેવી પુરી સંભાવના છે.આ બિલ મામમલે એવી અટકળો છે કે સુપ્રીમ કોર્ટ સમલૈંગિક લગ્નની માન્યતાને દૂર કરી શકે છે. મંગળવારે 47 રિપબ્લિકન ધારાસભ્યોએ પણ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બિલને સમર્થન આપ્યું હતું.

આ બિલને સેનેટમાં પડકારવામાં આવી શકે છે

હવે આ બિલને સેનેટમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં, આ બિલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા પસાર થયા પછી સેનેટમાં મૂકવામાં આવશે. જ્યાં તેને રિપબ્લિકન પાર્ટીના 10 વોટની જરૂર પડશે. 100 સભ્યોની સેનેટમાં ડેમોક્રેટ્સ પાર્ટીના 50 સભ્યો છે. વાસ્તવમાં, LGBTQ અધિકારોના રક્ષણ માટે હાઉસ ડેમોક્રેટ્સ દ્વારા લગ્ન માટે આદર કાયદો રજૂ કરવામાં આવ્યો છે.