Auto/ આ કાર પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, પૂર્ણ થઇ રહી છે ઓફર

દેશની ત્રીજી કાર ઉત્પાદક કંપની ટાટા મોટર્સ ફેબ્રુઆરીમાં તેની કાર પર મોટી છૂટ આપી રહી છે. ટાટા મોટર્સ સફારી પણ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઇ રહી છે. ટાટા મોટર્સની કાર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જાન્યુઆરીમાં ટાટા મોટર્સના વેચાણમાં 28 ટકાનો વધારો થયો છે. ટાટા મોટર્સ ‘ફોરેવર રેન્જ’ હેઠળ […]

Tech & Auto
car discount આ કાર પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, પૂર્ણ થઇ રહી છે ઓફર

દેશની ત્રીજી કાર ઉત્પાદક કંપની ટાટા મોટર્સ ફેબ્રુઆરીમાં તેની કાર પર મોટી છૂટ આપી રહી છે. ટાટા મોટર્સ સફારી પણ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઇ રહી છે. ટાટા મોટર્સની કાર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જાન્યુઆરીમાં ટાટા મોટર્સના વેચાણમાં 28 ટકાનો વધારો થયો છે. ટાટા મોટર્સ ‘ફોરેવર રેન્જ’ હેઠળ તેની કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Image result for tata tiago

ટાટા ટિયાગો
ટાટાના એન્ટ્રી લેવલ હેચબેક ટાટા ટિયાગો વિશે વાત કરીએ તો આ કાર પર મહત્તમ 25 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળે છે. જેમાં 15 હજાર રૂપિયાનું કેશબેક અને 10 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ સામેલ છે. જ્યારે તમે તમારી જૂની કારને બદલામાં આપો છો તો તમને આ ઓફર મળશે. ટિયાગોની કિંમત 4.85 લાખ રૂપિયાથી 6.84 લાખ રૂપિયા છે.

Image result for tata tigor

ટાટા ટિગોર
ટાટાની સબ કોમ્પેક્ટ કોમ્પેક્ટ સેડાન કારની વાત કરીએ તો કંપની આ કાર પર 30 હજાર રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. આમાં 15,000 રૂપિયા સુધીનું કેશ બેક અને 15,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ સામેલ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 5.59 લાખ રૂપિયાથી લઈને 7.63 લાખ રૂપિયા સુધીની છે.

Image result for tata nexon

ટાટા નેક્સન
ટાટાની એસયુવી નેક્સનનું ડીઝલ વેરિઅન્ટ પર 15,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે કંપની તેના પેટ્રોલ વેરિએન્ટ્સ પર કોઈ છૂટ નથી. ટાટા નેક્સનની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 7.09 લાખથી લઇને 12.79 લાખ રૂપિયા સુધીની છે.

Image result for tata harrier

ટાટા હેરિયર
કંપની કોમ્પેક્ટ એસયુવી ટાટા હેરિયર પર વધુમાં વધુ 65 હજાર રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. જેમાં 25 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને 40 હજાર રૂપિયા સુધીનું એક્સચેંજ બોનસ સામેલ છે.

ટાટા મોટર્સ હેરિયર પર બેસ્ટ 7 સીટર એસયુવી લોન્ચ કરવા જઈ રહી છે. તે 26 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવી હતી. કંપનીએ આ એસયુવીનું નામ ટાટા સફારી આપ્યું છે. કંપનીએ તેનું બૂકિંગ પણ શરૂ કરી દીધું છે. ફક્ત 30 હજાર રૂપિયા આપીને બૂક કરાવી શકાય છે. કંપની તેનો પ્રારંભ 22 ફેબ્રુઆરીએ કરશે.