Viral Video/ ખૂબ જ સરળતાથી દિવાલ પર ચડી જાય છે આ બિલાડી, યુઝર્સ બોલ્યા- આ તો સ્પાઇડરમેન..

મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક બિલાડી સ્પાઇડરમેનની જેમ ઝડપથી દિવાલ પર ચડી જાય છે. આ બિલાડીને દિવાલ પર ચડતા જોઈને..

Videos
બિલાડી

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાય વીડિયો એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વીડિયો એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વીડિયો રમુજી હોય છે. જયારે અનેક વીડિયો પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. જ્યારે સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વીડિયો વધુ ને વધુ જોવા મળે છે અને વાયરલ પણ થાય છે. ત્યારે આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક બિલાડી સ્પાઇડરમેનની જેમ ઝડપથી દિવાલ પર ચડી જાય છે. આ બિલાડીને દિવાલ પર ચડતા જોઈને સોશિયલ મીડિયા યુઝસ તેના વખાણ કરતાં થાકતા નથી.

આ પણ વાંચો :જંગલમાં માતાથી અલગ થયું હાથીનું બચ્ચું, ભાગી-ભાગીને આમ-તેમ શોધી રહ્યું છે, જુઓ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો છે, જેને બકલોલ શેખરના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘વાહ શું કલા છે.’ તમે આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પેજ પર જોઈ શકો છો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બિલાડી દોડતી આવે છે અને દિવાલ પર ચી જાય છે. ખરેખર, આ બિલાડી લેસર લાઇટનો પીછો કરી રહી છે. જ્યાં પણ લેસર લાઇટ જાય છે, તે બિલાડી પણ ત્યાં દોડે છે.

https://www.instagram.com/reel/CUxc_02B90E/?utm_source=ig_web_copy_link

જો લેસર લાઇટ અટકી જાય, તો તે બિલાડી પણ દિવાલ પર અટકી જાય છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ બિલાડી ઘણી વાર આવું કરતી હશે. તેમજ બિલાડીને આવું કરવામાં ઘણી મજા આવી રહી છે. ઘણા લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો :પાર્કમાં રમતા રમતા સિંહે શેખ પર કરી દીધો એટેક, પછી શું થયું જુઓ આ વીડિયોમાં

વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, ‘આ બિલાડી સ્પાઇડરમેન નીકળી.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ બિલાડી આ બાબતમાં પ્રો છે’ આ સિવાય કેટલાક લોકો એવા પણ છે જે બિલાડીનો આ વીડિયો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા , કેટલાક મજા માણી રહ્યા છે. મોટાભાગના લોકોએ આ વીડિયો પર ઇમોટિકોન્સ શેર કર્યા છે.

આપને  જણાવી દઈએ કે આ વીડિયો REDDIT પર પણ જોવામાં આવ્યો છે. જેના પર લગભગ 14000 હજાર લોકોએ પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો :છોકરાએ જુગાડ કરીને સાઈકલથી બનાવી નાખ્યું અનોખું વોશિંગ મશીન, જુઓ આ વીડિયો

આ પણ વાંચો : એરહોસ્ટેસે શ્રીદેવીના સોંગ પર કર્યો ડાન્સ, સોશિયલ મીડિયામાં છવાઈ ગયો વીડિયો

આ પણ વાંચો : હાથીઓને KISS કરતા જોયા છે તમે? જુઓ આ VIDEO માં કેવી રીતે હાથીઓ કરે છે રોમાન્સ