membership/ UNSCમાં સ્થાયી સભ્યપદ માટે આ દેશે કર્યું ભારતનું સમર્થન,જાણો…

અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેનનને બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન દરમિયાન યુએનએસસીમાં સંભવિત સુધારાને સમર્થન આપ્યું હતું

Top Stories World
3 55 UNSCમાં સ્થાયી સભ્યપદ માટે આ દેશે કર્યું ભારતનું સમર્થન,જાણો...

અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેનનને બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન દરમિયાન યુએનએસસીમાં સંભવિત સુધારાને સમર્થન આપ્યું હતું. તેમના અગાઉના નિવેદનોને પુનરાવર્તિત કરતા તેમણે કહ્યું કે તેઓ માને છે કે સંસ્થાને વધુ સમાવિષ્ટ બનાવવાનો સમય આવી ગયો છે,આ મામલે રશિયાએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) ભારતની કાયમી સભ્યપદની ભલામણ કરી છે. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતને UNSCમાં કાયમી સભ્યપદ મળવું જોઈએ. રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને બ્રાઝિલ યુએનએસસીના કાયમી સભ્યપદ માટે લાયક ઉમેદવારો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અન્ય કોઈ દેશે ભારતની સ્થાયી સભ્યપદ અંગે અવાજ ઉઠાવ્યો હોય.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા સહિત પાંચ સ્થાયી સભ્યો છે. અગાઉ અમેરિકાએ પણ ઘણા મોરચે ભારતની કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. તાજેતરમાં, એક યુએસ અધિકારીએ રાષ્ટ્રપતિ જો બાઈડેનને ટાંકીને કહ્યું હતું કે તેઓ જર્મની, જાપાન અને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યો તરીકે સમર્થન આપે છે. અમેરિકી અધિકારીએ એમ પણ કહ્યું હતું કે આ સંબંધમાં ઘણા મોરચે કામ કરવામાં આવ્યું છે.