સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ દ્વારા કોરોનાને ધ્યાનમાં લઈને લેવાયો આ નિર્ણય

શાળા-કોલેજમાં 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય આજે કોર કમિટીની બેઠકમાં લેવાયો છે.

Gujarat Rajkot
about સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ દ્વારા કોરોનાને ધ્યાનમાં લઈને લેવાયો આ નિર્ણય

રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે સરકાર પણ હવે કોરોનાને ફરીથી બેકાબૂ થવા દેવાના મૂડમાં નથી. કોરોના કેસ વધતા તંત્ર દ્વારા  રાજયના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 10 થી સવારના 6 સુધી કરવાંમાં આવ્યો છે .આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં brts પણ બંધ કરી દેવામાં આવી છે.જેના લીધે લાખો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ વધતી જતી કોરોનાની પરિસ્થતિ ને ધ્યાન માં લઈ ને  સંક્રમણવધુ ના ફેલાય તે માટે રાજકોટ સૌરાષ્ટ્ર  યુનિવર્સિટિ દ્વારા  યુનિવર્સિટિ કેમ્પસના  સ્વિમિંગ પુલ તેમજ જિમ 31 માર્ચ સુધી બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે. કોરોનાના કેસ વધતાં જતાં આ નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈ સરકારે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણ વધતા શાળા-કોલેજમાં 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય આજે કોર કમિટીની બેઠકમાં લેવાયો છે. બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે મહાનગરોમાં જે પ્રાથમિક શાળાઓ છે તેની પરીક્ષાઓ પણ ઓનલાઈન જ લેવાશે. કોલેજ અને યુનિવર્સિટીમાં જે પરીક્ષાઓ હતી તે ઓફલાઈન પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રહેશે.

 

આજે જ સવારે રાજ્યમાં લોકડાઉનને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે હાલ લોકડાઉન કરવાની સરકારની કોઈ વિચારણા નથી. આ સાથે તેમણે કહ્યું પણ હતું કે શાળા અને કોલેજો અંગે ટુંક સમયમાં નિર્ણય લેવાશે. તેવામાં બપોરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે કે રાજ્યમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવશે.