Interesting/ કૂતરો કે બિલાડી નહી આ છોકરીએ પાળ્યો છે એક રીંછ, જુઓ ફોટો

તાજેતરમાં રશિયાની એક યુવતીનો ફોટો સામે આવ્યો છે જેમાં છોકરી બોટ પર રીંછ સાથે માછલીઓને પકડતી હોવાનુ સામે આવી રહ્યુ છે.

Ajab Gajab News
11 547 કૂતરો કે બિલાડી નહી આ છોકરીએ પાળ્યો છે એક રીંછ, જુઓ ફોટો

દુનિયામાં હવે લોકોને જાનવરોને પાળવાનો જાણે ક્રેસ શરૂ થઇ ગયો છે. લોકોને હવે પ્રાણીઓ ઉછેરવાનો એક અલગ જ શોખ ઉભો થયો છે. આવી સ્થિતિમાં, ઘણી વખત લોકો એવા પ્રાણીઓને પાળે છે કે જેના વિશે જાણી કે સાંભળી આપણે આશ્ચર્યચકિત થઈ જઇએ છીએ. આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે કૂતરુ, બિલાડી નહી પણ રીંછ પાળ્યુ છે. હા, તાજેતરમાં રશિયાની એક યુવતીનો ફોટો સામે આવ્યો છે જેમાં છોકરી બોટ પર રીંછ સાથે માછલીઓને પકડતી હોવાનુ સામે આવી રહ્યુ છે. આ ફોટામાં જોવા મળેલી યુવતીનું નામ વેરોનિકા દિચકા છે અને તેના પાલતુ રીંછનું નામ આર્ચી છે.

11 548 કૂતરો કે બિલાડી નહી આ છોકરીએ પાળ્યો છે એક રીંછ, જુઓ ફોટો

આ પણ વાંચો – આસામ-મિઝોરમ હિંસા / રાહુલનો ગૃહમંત્રી પર કટાક્ષ, કહ્યુ- તમે નફરત અને અવિશ્વાસ વાવીને દેશને નિષ્ફળ બનાવ્યો

આપને જણાવી દઈએ કે, છોકરી અને એક રીંછ સાથે દક્ષિણનાં સાઇબિરીયાનાં નોવોસિબિર્સ્કનાં એક તળાવમાં માછીમારી કરતી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વેરોનિકાની મુલાકાત આર્ચી સાથે ત્યારે થઇ જ્યારે વર્ષ 2019 માં વેરોનિકાએ તેનો જીવ સફારી પાર્કમાં બચાવ્યો હતો. તેઓએ એક સાથે એટલો સમય વિતાવ્યો કે વેરોનિકાને ખાતરી થઈ ગઇ કે આ વિશાળ રીંછ તેની સાથે ક્યારેય દગો નહીં કરે. સાથે મળીને તેઓ માછલી પકડવા માટે તળાવ પર ગયા અને અહીં તેમનો એકબીજા પર વિશ્વાસ વધી ગયો. હવે વેરોનિકા કહે છે કે, આર્ચી અને તે ખૂબ સારા મિત્રો બની ગયા છે અને તેઓ એક બીજા સાથે રહેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે માનવીનું માંસ ખાનારા રીંછ સાથે રહેતા, વેરોનિકાને ખાતરી છે કે તેની સાથે કશું ખોટું નહીં થાય. આજે બંને એકબીજા સાથે સમય પસાર કરવામાં આનંદ માણી રહ્યા છે.

11 549 કૂતરો કે બિલાડી નહી આ છોકરીએ પાળ્યો છે એક રીંછ, જુઓ ફોટો

આ પણ વાંચો – OMG! / વર-કન્યા ફેરા ફરી રહ્યા હતા ત્યારે, કેમેરામેન એવી રીતે ફોટોગ્રાફી કરતો હતો કે , વીડિયો જોઇને હસવું રોકી નહિ શકો

તમે જોઈ શકો છો કે, આ તસવીરમાં માછલીને પકડતી વખતે, વેરોનિકા તેને જાળીમાં ફસાવી રહી છે અને રીંછ માછલીને સરળતાથી પકડી રહ્યો છે. વેરોનિકાએ તેના પાલતુ રીંછ વિશે કહ્યું, ‘આર્ચી એક રીતે પરિવારનાં સભ્ય જેવી છે, તે પાણીને ખૂબ ચાહે છે.’ આગળ વેરોનિકાએ કહ્યું કે, તે નવી જગ્યાઓ જોવાનું અને ફોટોશૂટ કરાવવાનું પસંદ કરે છે. દરરોજ, વેરોનિકા તેના પાલતુ રીંછ સાથે તેના ફોટા અને વીડિયોને શેર કરતી રહે છે. જેને દુનિયામાં ખૂબ જ ઝડપથી પસંદ કરવામાં આવે છે. આ સાથે બંનેની જોડી પણ સુપરહિટ થઇ ગઇ છે.