Viral Video/ મહાવતના નિધન પર આવી રીતે દુઃખી હાથીએ આપી અંતિમ વિદાય, વાયરલ થઈ રહ્યો છે આ ભાવુક વિડીયો

સોશિયલ મીડિયા પર આજકાલ એક વિડીયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથી તેના મહાવતને અંતિમ વિદાય આપી રહ્યો છે. મહાવતનાં મૃત્યુ પછી, હાથી પણ શોકની વચ્ચે મૃતદેહની પાસે ઉભો રહ્યો છે

Videos
A 69 મહાવતના નિધન પર આવી રીતે દુઃખી હાથીએ આપી અંતિમ વિદાય, વાયરલ થઈ રહ્યો છે આ ભાવુક વિડીયો

સોશિયલ મીડિયા પર આજકાલ એક વિડીયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથી તેના મહાવતને અંતિમ વિદાય આપી રહ્યો છે. મહાવતનાં મૃત્યુ પછી, હાથી પણ શોકની વચ્ચે મૃતદેહની પાસે ઉભો રહ્યો છે અને તેના આવ-ભાવથી તે જે રીતે પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે તે જોઈને તે આસપાસ ઉભેલા લોકો તેની ગમગીન થઈ જાય છે. મામલો કેરળના કોટ્ટયમ જિલ્લાનો છે.

મહાવત ઓમાનચેટ્ટાન કેન્સરથી ગ્રસ્ત હતો અને ગુરુવારે તેનું અવસાન થયું. પરિવારમાં શોક હતો અને તે દરમિયાન તેનો હાથી પલાત બ્રહ્માદાથાન પણ તેને અંતિમ વિદાય આપવા દરવાજે પહોંચ્યો હતો. સ્થાનિક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે કુન્નાકક્ડ દામોદરન નાયર ઉર્ફે ઓમાનચેટ્ટાન હાથીઓ પ્રત્યેના પ્રેમ માટે જાણીતો હતો અને લગભગ છ દાયકાથી તેમની સંભાળ લેતો હતો. લ્ક્કાટટુરમાં રહેતા 74 વર્ષીય ઓમાનચેટ્ટાનનું કેન્સરથી મોત થયું હતું.

આ પણ વાંચો : ખાનગી હોસ્પિટલોમાં ઉંચા ભાવે કોવેક્સિન વેંચી રહી છે પંજાબ સરકારઃ પ્રકાશ જાવડેકર

ઓમાનચેટ્ટાનના મૃત્યુના સમાચાર સાંભળીને હાથીનો માલિક તેને મહાવતનાં ઘરે લઈ ગયો. હાથી તેના મહાવતને અંતિમ વિદાય આપી છે. કયારેક તે તેની સૂંડ ઉપાડતો અને ક્યારેક તે ગળા નીચે ઝૂકી જતો. લાંબા સમય સુધી તેણે મહાવતની ડેડબોડી તરફ તાકી રહ્યો, જાણે કે તેને પણ સમજાયું કે હવે ઓમાનચેટ્ટાન ક્યારેય તેની પીઠ પર બેસી શકશે નહીં. થોડો સમય ઉભા રહી ગયો પછી, હાથી મહાવત તરફ જોતા, વિપરીત પગલા સાથે પાછો ફરી જાય છે.

આ પણ વાંચો : જેલમાં જવા માટે કર્યું આવું… PM મોદીને ધમકી આપનાર યુવક બોલ્યો

એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રહ્માદાથાન અને ઓમાનચેટ્ટાન મહત્વપૂર્ણ તહેવારો પર સાથે જોવા મળતા હતા. બંનેની ગાઢ મિત્રતા હતી અને ઈશારાઓમાં એક બીજાની વાત સમજતા હતા. તેમની છેલ્લી મીટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો ભાવનાત્મક સંદેશાઓ સાથે વિડીયો શેર કરી રહ્યાં છે.

આ પણ વાંચો :ખાયા-પિયા કુછ નહીં, ગિલાસ તોડા 12 આના… 3 કરોડ ફૂંકી ખાલી હાથે પરત આવ્યું ચોકસીને લેવા ગયેલું પ્લેન