Viral Video/ હાથ – પગ વિના રસ્તા પર રિક્ષા દોડાવી રહ્યો હતો શખ્સ, આનંદ મહિન્દ્રાએ કરી નોકરીની ઓફર

દિવ્યાંગે જણાવ્યું કે તેની રિક્ષામાં સ્કૂટરનું એન્જિન છે. હાથ ન હોવા છતાં પણ તે ખૂબ જ સરળતાથી રિક્ષાનું હેન્ડલ ફેરવીને તેને બતાવી રહ્યો છે.

Trending Videos
રિક્ષા

મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિકલાંગ વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે તે દિવ્યાંગને લાસ્ટ માઈલ ડિલિવરી માટે બિઝનેસ એસોસિએટની જોબ ઓફર કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દિલ્હીના રોડ પર એક દિવ્યાંગ જોરદાર ઝડપે જુગાડ રિક્ષા ચલાવી રહ્યો છે. કારમાં બેઠેલા યુવકોએ તેનો વીડિયો બનાવ્યો છે. આ સાથે તેમણે દિવ્યાંગ સાથે પણ વાત કરી છે. દિવ્યાંગ હાથ-પગ ન હોવા છતાં મોડિફાઈડ રિક્ષા ચલાવતો હતો. તેણે રિક્ષાને કેવી રીતે નિયંત્રિત કરવી તે પણ બતાવ્યું.

આ પણ વાંચો :હાથમાં ડ્રિંક લઈને મહિલાએ કર્યો એવો જોરદાર ડાન્સ, જોઈને તમે પણ નાચવા લાગશો

પાંચ વર્ષથી ચલાવે છે રિક્ષા

દિવ્યાંગે જણાવ્યું કે તેની રિક્ષામાં સ્કૂટરનું એન્જિન છે. હાથ ન હોવા છતાં પણ તે ખૂબ જ સરળતાથી રિક્ષાનું હેન્ડલ ફેરવીને તેને બતાવી રહ્યો છે. તેણે એ પણ સમજાવ્યું કે કેવી રીતે એક્સિલરેટર કેવી રીતે આપે છે અને બ્રેક કેવી રીતે લગાવે છે. હેન્ડલની બાજુમાં એક સ્વીચ છે, જેને દબાવવાથી વાહન ચાલુ થાય છે. દિવ્યાંગે કારમાં બેઠેલા યુવકોને જણાવ્યું કે તે પાંચ વર્ષથી આ રિક્ષા ચલાવે છે. પરિવારની જવાબદારી તેના પર છે. પત્ની, બે બાળકો અને પિતા છે.

આનંદ મહિન્દ્રાની ટીમ દિવ્યાંગની શોધમાં લાગી

આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરતા કહ્યું કે તે આજે મારી ટાઈમલાઈન પર જોવા મળ્યો. તે કેટલું જૂનું છે અથવા ક્યાંનું છે તે ખબર નથી, પરંતુ હું આ સજ્જનથી આશ્ચર્યચકિત છું. જેણે માત્ર પોતાની વિકલાંગતાઓનો જ સામનો કર્યો નથી પરંતુ તેની પાસે જે છે તેના માટે આભારી છે.

આ પણ વાંચો :ડોગીની જેમ મહિલાના ગળામાં પટ્ટો બાંધીને વ્યક્તિ પહોંચ્યો ફ્લાઇટમાં, જુઓ વીડિયો

આનંદ મહિન્દ્રાના ટ્વીટના જવાબમાં એક વ્યક્તિએ કહ્યું છે કે તેણે આ દિવ્યાંગને દક્ષિણ દિલ્હીમાં મહેરૌલીની આસપાસ જોયો છે, પરંતુ તેનું ચોક્કસ ઠેકાણું નથી જાણતો. આનંદ મહિન્દ્રાની ટીમ હવે આ દિવ્યાંગને શોધી રહી છે.

આ પણ વાંચો :રેલ્વે ટ્રેક પર ઉભી હતી  ગાય, પાછળથી આવી ટ્રેન, પછી જે પણ થયું તે જોઈને રહી જશો દંગ

આ પણ વાંચો :નાતાલ પર નાની છોકરીએ એવું તો શું માંગ્યું ગિફ્ટ, જેને જોઈને લોકો થયા ભાવુક  

આ પણ વાંચો :પૌત્રના કપાળ પર કિસ કરતા જોવા મળ્યા મુકેશ અંબાણી, દાદા સાથે પૃથ્વી અંબાણીનો ક્યૂટ વીડિયો વાયરલ