T20 World Cup/ ટીમ ઈન્ડિયા માટે પનૌતી કહેવાય છે આ Empire, જાણો શું છે કારણ

ટીમ ઈન્ડિયાનાં ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચમાં જે અમ્પાયરને અમ્પાયરિંગની જવાબદારી આપવામાં આવી છે તે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ કમનસીબ સાબિત થઈ રહ્યા છે.

Sports
richard kettleborough

ICC T20 વર્લ્ડકપ 2021ની મહત્વપૂર્ણ મેચમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થવા જઈ રહ્યો છે. આ મેચ T20 વર્લ્ડકપમાં બન્ને ટીમોનું ભવિષ્ય નક્કી કરશે, પરંતુ આ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાનાં ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચમાં જે અમ્પાયરને અમ્પાયરિંગની જવાબદારી આપવામાં આવી છે તે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ કમનસીબ સાબિત થઈ રહ્યા છે.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાની પત્રકારે કર્યો એવો સવાલ અફઘાન કેપ્ટન પ્રેસ કોન્ફરન્સમાંથી ઉઠીને ચાલ્યા ગયા

જો તમે પણ જાણવા માંગો છો કે, ભારત અને ન્યૂઝીલેન્ડની આ મેચમાં કયા અમ્પાયર અમ્પાયરિંગ કરતા જોવા મળશે, તો તમને જણાવી દઈએ કે આ મેચમાં ઈંગ્લેન્ડનાં અમ્પાયર રિચર્ડ કેટલબર્ગ અમ્પાયરિંગ કરતા જોવા મળશે. કેટલબર્ગ એ જ અમ્પાયર છે જેમણે દરેક નોકઆઉટ મેચમાં અમ્પાયરિંગ કર્યું છે જેમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. પછી તે 2014 T20 વર્લ્ડકપની ફાઈનલમાં શ્રીલંકા સામેની હાર હોય, 2015ની ICC વર્લ્ડકપની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર હોય, 2016ની T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની હાર હોય, 2019નાં વર્લ્ડકપની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની હાર હોય અથવા ભલે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડનાં હાથે હાર હોય, દરેક વખતે કેટલબર્ગ અમ્પાયરિંગ કરવા માટે મેદાન પર હાજર રહ્યા હતા અને ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ ટેસ્ટ ખેલાડી વસીમ જાફરે ટ્વીટ કરીને અમ્પાયર કેટલબર્ગ પર કટાક્ષ કર્યો છે. જે બાદ એક યૂઝર્સે Squid Game વેબ સીરીઝનાં એક કેરેક્ટરનો ફોટો એડ કરતા રિએક્શન આપ્યુ છે.

આ પણ વાંચો –T20 World Cup / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ પહેલા શાર્દુલ ઠાકુર અને ઈશાન કિશનનો Couple ડાન્સ કરતો Video Viral

2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જ્યારે ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પણ તે મેદાન પરનાં અમ્પાયર રિચર્ડ કેટેલબર્ગ હતા. આવી સ્થિતિમાં રિચર્ડ કેટલબર્ગને ટીમ ઈન્ડિયા માટે પનૌતી કહેવામાં આવે તો કંઈ ખોટું નહીં થાય. આ જ કારણ છે કે ભારતીય ચાહકોને ડર છે કે ભારતને ન્યૂઝીલેન્ડનાં હાથે હારનો સામનો કરવો ન પડે. જો આ વખતે પણ કેટલબર્ગ ટીમ ઈન્ડિયા માટે અશુભ સાબિત થાય છે તો ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપમાંથી લગભગ બહાર થઈ જશે.