Not Set/ સાવરકુંડલાના આ પિતા પોતાના કાળજા સમાન પુત્ર માટે માંગી રહ્યા છે ઈચ્છા મૃત્યુ, જાણો શું છે કારણ ?

સાવરકુંડલા, સામાન્ય રીતે કોઈ પણ માતા પિતા માટે પોતાના બાળકો કાળજા સમાન કહેવાતા હોય છે. તેઓ હંમેશા ભગવાન સમક્ષ પ્રાર્થના કરતા હોય છે કે તે પોતાના જીવનમાં આગળ વધે અને લાંબુ જીવન જીવે. પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક પિતા પોતાના કાળજા સમાન પુત્ર માટે ઈચ્છા મૃત્યુ માંગી રહ્યા છે. હકીકતમાં, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા દિનેશ […]

Gujarat
live સાવરકુંડલાના આ પિતા પોતાના કાળજા સમાન પુત્ર માટે માંગી રહ્યા છે ઈચ્છા મૃત્યુ, જાણો શું છે કારણ ?

સાવરકુંડલા,

સામાન્ય રીતે કોઈ પણ માતા પિતા માટે પોતાના બાળકો કાળજા સમાન કહેવાતા હોય છે. તેઓ હંમેશા ભગવાન સમક્ષ પ્રાર્થના કરતા હોય છે કે તે પોતાના જીવનમાં આગળ વધે અને લાંબુ જીવન જીવે. પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક પિતા પોતાના કાળજા સમાન પુત્ર માટે ઈચ્છા મૃત્યુ માંગી રહ્યા છે.

હકીકતમાં, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા દિનેશ મૈસૂરિયાના એકના એક ૧૧ વર્ષના પુત્ર પાર્થને મગજની સબકયુટ સ્કેલેરોસિંગ પેનનસેફાલિટીસ નામની બીમારી છે. મગજની આ એક પ્રકારની અસાધ્ય બીમારી છે જે કેટલાક ગણતરીના લોકોમાં જ જોવા મળતી હોય છે.

પુત્રની અસાધ્ય બીમારીની સારવાર માટે દિનેશ મૈસૂરિયાએ પોતાના ઘરથી માંડીને ઘરેણાં સહિતની તમામ મિલકતો વેચી ચુક્યા છે. આ સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવી હતી પરંતુ તેઓના પુત્રની બીમારીમાં કોઈ પણ ફરક જોવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યા બાદ દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી પરંતુ આ અસાધ્ય બીમારીમાં કોઈ સફળતા પ્રાપ્ત થઇ ન હતી.

ત્યારે અંતે છેલ્લા કેટલાક સમયથી આ બીમારીથી પીડાઈ રહેલા ૧૧ વર્ષીય વહાલસોયા પુત્રની પીડાદાયક હાલત જોઈ શકતા નથી અને તેઓએ પુત્ર માટે છેલ્લા ૬ મહિનાથી ઈચ્છા મૃત્યુ માટે માંગણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કોઈ ગંભીર બીમારીથી પીડાતા વ્યક્તિ માટે ઈચ્છા મૃત્યુ લેવા માટે મંજુરી આપતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ત્યારે આ નિર્ણય બાદ સાવરકુંડલાના પિતાની વ્યથાને સરકાર દ્વારા કેટલો ન્યાય આપવામાં આવી શકે છે તે આવનારો સમય જણાવી શકે છે.