Viral Video/ પતિના મૃત્યુ બાદ પર હિંમત ના હારી ગુજરાતના આ દાદીએ, જુઓ શું છે કહાની….

દાદીનો પરિવાર વર્ષો ગુજરાતથી મહારાષ્ટ્રમાં સ્થાયી થયો હતો. પતિ કામ કરવા લાગ્યા, પણ એક વર્ષ પછી તે બેકાર થઈ ગયા. તેમની પાસે માત્ર 60 રૂપિયા….

Videos
દાદી

ગુજરાતની એક દાદીનો પ્રેરણાદાયી વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. દાદી આમાં જે કહી રહ્યા છે તે સાંભળીને તમે તેમના વખાણ કરતા થાકશો નહીં. બધા જ લોકો તેમની હિંમતને સલામ કરી રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે દાદીનો પરિવાર વર્ષો પહેલા ગુજરાતથી મહારાષ્ટ્રના નાગપુરમાં સ્થાયી થયો હતો. પતિ કામ કરવા લાગ્યા, પણ એક વર્ષ પછી તે બેકાર થઈ ગયા. તેમની પાસે માત્ર 60 રૂપિયા હતા પણ બંનેએ હિંમત ન હારી અને ફાફડાની લારી ખોલી. શરૂઆતના દિવસોમાં, તેઓ એકસાથે 50 રૂપિયા કમાઈ શકતા હતા. પરંતુ ધીરે ધીરે લોકો તેના ફાફડાને પસંદ કરવા લાગ્યા અને ‘ફાફડાવાલે’ તરીકે પ્રખ્યાત થયા.

આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ગગનચુંબી ઈમારતોની વચ્ચેથી પસાર થયું વિમાન, વીડિયો જોઇને રહી જશો દંગ

વીડિયોના કેપ્શનમાં કહેવામાં આવ્યું હતું કે વડીલો છેલ્લા ત્રીસ વર્ષથી ફાફડા વેચતા હતા, પરંતુ લગભગ દસ વર્ષ પહેલા તેમના પતિનું નિધન થયું હતું. તે કહે છે- બાળકોએ મને કહ્યું કે હવે કામ કરવાનું બંધ કરો, પણ હું કામ કરવા માંગતી હતી. મારી ઉંમર 75 વર્ષની છે, પરંતુ અઠવાડિયાના દરેક દિવસે તમે મને સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી મને મારી લારી પર જોશો. લોકો મારા દ્વારા બનાવેલા ફાફડા ખાવા માટે આવે છે, તેથી હું તેમને ખવડાવવા માટે અહીં છું. આ દરમિયાન, દાદી જે કહે છે તે સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. તે કહે છે- હું મારો પોતાનો બોસ છું. હું જાતે પૈસા કમાઉં છું.

https://www.instagram.com/reel/CUeXa90lSPT/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :હસી હસીને લોટપોટ થવું હોય, તો જુઓ આ કુંવારા ભાઈને મુકેલો લગ્નનો પ્રસ્તાવ

વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર officialhumansofbombay નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 44 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે. સેંકડો લોકોએ આ અંગે ટિપ્પણી કરી છે.

આ પણ વાંચો :બચપન કા પ્યાર બાદ સહદેવનો ડાન્સ વીડિયો વાયરલ, આ સોંગ પર લગાવ્યા ઠુમકા

આ પણ વાંચો : પાપા ની પરી એ ચલાવી એવી સ્કૂટી કે લોકો બોલ્યા – પાપા ની પરી જમીન પર પડી