Tips/ બાળકોને આ રીતે છોડાવી શકાય છે મોબાઇલની લત.. આ ટુલ્સથી મળશે મદદ

સ્માર્ટફોન આપણા જીવનનો ભાગ બની ચુક્યો છે. એમાં પણ બાળકોનો મોટાભાગનો સમય સ્માર્ટફોન અને લેપટોપ પર જ પસાર થઈ રહ્યો છે, સોશિયલ મીડિયાની સાથે સાથે ઓનલાઇન ગેમિંગનો ક્રેઝ પણ ઝડપથી વધ્યો છે

Lifestyle
16 10 બાળકોને આ રીતે છોડાવી શકાય છે મોબાઇલની લત.. આ ટુલ્સથી મળશે મદદ

સ્માર્ટફોન આપણા જીવનનો ભાગ બની ચુક્યો છે. એમાં પણ બાળકોનો મોટાભાગનો સમય સ્માર્ટફોન અને લેપટોપ પર જ પસાર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાની સાથે સાથે ઓનલાઇન ગેમિંગનો ક્રેઝ પણ ઝડપથી વધ્યો છે. ઈન્ટરનેટ પર ઘણી બધી ગેમ્સ છે જેની બાળકોને લત લાગી ગઈ છે. આ ઉપરાંત બાળકો ઇન્ટરનેટ પર ઘણી વાર એવી વસ્તુઓ સુધી પહોંચી જાય છે, જે તેમના માટે નુકશાનકારક હોય છે. એટલા માટે વાલીઓએ પોતાના બાળકોની સ્માર્ટફોન એક્ટિવિટી પર નજર રાખવી પડે છે. તેના માટે ગુગલ પ્લે સ્ટોર પર પેરેન્ટલ ટુલ્સ ઉપલબ્ધ છે, જે તમારી મદદ કરી શકે છે.

પેરેન્ટલ કંટ્રોલ ટુલ્સથી થશે મદદ

તમારા બાળકો મોબાઈલ પર શું કરી રહ્યા છે અથવા શું જોઈ રહ્યા છે તે તમને ખબર હોવી જોઈએ. બાળકોના મોબાઈલ સ્ક્રીન એક્સેસ પર તમારી નજર હોવી જોઈએ. તેના માટે તમે દરેક સમયે તો તેમની સાથે નથી રહી શકતા, એવામાં પેરેન્ટલ કંટ્રોલ ટુલ્સ તેમની પર નજર રાખવામાં તમને મદદરૂપ સાબિત થઇ શકે છે.

પેરેન્ટલ કંટ્રોલ જરુરી

પેરેન્ટલ કંટ્રોલ ટૂલ દ્વારા બાળકોના મોબાઈલ સ્ક્રીન ટાઈમને મેનેજ કરી શકાય છે. આ ટૂલ એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને માટે ઉપલબ્ધ છે. તેના દ્વારા સોશિયલ મીડિયા મોનીટરીંગ, વેબ ફિલ્ટરિંગ, લોકેશન ટ્રેકિંગ, યુટ્યુબ વિડીયો વોચ ટાઈમ પર દેખરેખ રાખી શકાય છે. તે સિવાય એવી એપ્સ જે બાળકો માટે યોગ્ય નથી તેને બ્લોક પણ કરી શકાય છે. સાથે જ ટાઈમ લિમિટ પણ સેટ કરી શકાય છે.

લત છોડાવી શકો છો

આ એપથી તમને ખબર પડી શકશે કે, તમારા બાળક મોબાઈલ પર સૌથી વધારે શું કરે છે? જો તે કોઈ ખાસ ગેમ અથવા એપમાં પોતાનો વધારે સમય પસાર કરે છે અને તેને તેની આદત પડી ગઈ છે, તો તમે તેની એ આદત છોડાવી શકો છો.