Not Set/ આ છે આપણા નેતા!! રામલીલા મંચ પર ભાજપનાં નેતાની જોવા મળી રાસલીલા, બાર ગર્લ સાથે કર્યો ડાંસ

એક તરફ ભાજપ પુરુષોત્તમ ભગવાન શ્રી રામનાં ગુણ વર્ણવતા થાકતી નથી, તો બીજી તરફ ભાજપનાં જ નેતાઓ રામલીલામાં અભદ્ર કૃત્ય કરતા જોવા મળે છે. મામલો હરિયાણાનાં ફતેહાબાદ જિલ્લાનો છે. જ્યાં રામલીલાનાં મંચ પર ભાજપનાં નેતાએ બાર ડાંસર સાથે ડાંસ કર્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ફતેહાબાદ જિલ્લાનાં […]

Top Stories India
haryana આ છે આપણા નેતા!! રામલીલા મંચ પર ભાજપનાં નેતાની જોવા મળી રાસલીલા, બાર ગર્લ સાથે કર્યો ડાંસ

એક તરફ ભાજપ પુરુષોત્તમ ભગવાન શ્રી રામનાં ગુણ વર્ણવતા થાકતી નથી, તો બીજી તરફ ભાજપનાં જ નેતાઓ રામલીલામાં અભદ્ર કૃત્ય કરતા જોવા મળે છે. મામલો હરિયાણાનાં ફતેહાબાદ જિલ્લાનો છે. જ્યાં રામલીલાનાં મંચ પર ભાજપનાં નેતાએ બાર ડાંસર સાથે ડાંસ કર્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના ફતેહાબાદ જિલ્લાનાં જાખલ શહેરમાં શ્રી રામ રેલ્વે રામલીલા ક્લબ ખાતે આયોજિત એક કાર્યક્રમની છે. જ્યારે ભાજપનાં નેતાએ અશ્લીલતાની બધી હદો વટાવી દીધી હતી, રામલીલાનાં મંચ પર, તેમણે અસભ્ય ગીતો પર ડાંસ કર્યો હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો આ ભાજપ નેતાને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળેલા ભાજપનાં નેતા જાખલ નગર પાલિકાનાં વાઇસ ચેરમેન છે. જે હરિયાણા ભાજપ પ્રદેશ પ્રમુખ સુભાષ બરાલાનાં વિશેષ હોવાનું કહેવાય છે.

ભાજપનાં નેતાનાં આ કૃત્યથી રામલીલા પહોંચેલી મહિલાઓને શરમમાં મુકવાનું કામ કરાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે નેતાજી બારબાલાઓ સાથે નાચવામાં મગ્ન હતા, ત્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ તેમનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે જોત જોતામાં વાયરલ થઇ ગયો હતો.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 આ છે આપણા નેતા!! રામલીલા મંચ પર ભાજપનાં નેતાની જોવા મળી રાસલીલા, બાર ગર્લ સાથે કર્યો ડાંસ