Rajkot Rapist/ આ છે રાજકોટનો રેપિસ્ટઃ બે વર્ષની બાળકીને પણ ન છોડી

રાજકોટના લોકમેળાના અંતિમ દિવસે બે વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાના સમાચાર મળતું ચકચાર મચી ગઈ છે. બે વર્ષની બાળકી સાથે થયેલા નૃશંસ વ્યવહારની જાણકારીના પગલે સમગ્ર રાજકોટ હચમચી ઉઠ્યું છે.

Top Stories Gujarat
Childrape આ છે રાજકોટનો રેપિસ્ટઃ બે વર્ષની બાળકીને પણ ન છોડી

રાજકોટઃ રાજકોટના લોકમેળાના અંતિમ દિવસે Rajkot rapist બે વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાના સમાચાર મળતું ચકચાર મચી ગઈ છે. બે વર્ષની બાળકી સાથે થયેલા નૃશંસ વ્યવહારની જાણકારીના પગલે સમગ્ર રાજકોટ હચમચી ઉઠ્યું છે.

રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળો યોજાય છે. તેમા લાખો લોકો આવે છે. આ વર્ષે પણ આ જ રીતે લોકમેળાનું આયોજન કરાયુ હતું અને લોકોનો પ્રતિસાદ જોઈને લોકમેળો એક દિવસ લંબાવવામાં આવ્યો હતો.

આ દુષ્કર્મ કરનાર સંબંધી જ નીકળતા લોકોમાં Rajkot rapist ભારે આક્રોશ છે. બે વર્ષની બાળકીના કાકીના સગાભાઈ દ્વારા આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. બાળકીને લોકમેળામાં લઈ જઈને આ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાળકીને ગુપ્તાંગમાં લોહી નીકળતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. બાળકી અને તેનું કુટુંબ ઉત્તરપ્રદેશનું હોવાનું સામે આવ્યું છે. આ કુટુંબ રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં કારખાનામાં મજૂરી કામ કરતું હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ ઘટનાને લઈને ચારેય બાજુ આક્રોશનું વાતાવરણ છે.

લોકોના આક્રોશને પારખીને પોલીસે ત્વરિત પગલાં Rajkot rapist લઈને આરોપીની તાત્કાલિક અસરથી ધરપકડ કરી છે. તેના લીધે જનઆક્રોશ થોડો અંકુશમાં આવ્યો છે. આ પહેલા રાજકોટમાં ભાજપના નેતાના પુત્ર પર દુષ્કર્મના પ્રયાસનો આરોપ લાગ્યો હતો. ભાજપના નેતા વિજય કારિયાના પુત્ર ભાવિન કારિયાની પાંચમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર દુષ્કર્મના પ્રયાસના આરોપમાં ધરપકડ કરાઈ હતી.

 

આ પણ વાંચોઃ Children drowned/કચ્છમાં ચાર બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, બેના મૃતદેહ મળ્યા

આ પણ વાંચોઃ અમદાવાદ/ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારે આટલા લાખનું વળતર માગ્યું

આ પણ વાંચોઃ Rajkot Fair/રાજકોટનો લોકમેળો રવિવાર સુધી લંબાયોઃ લોકો રાજીના રેડ

આ પણ વાંચોઃ MODASA/ટ્રેક્ટરની ચોરી કરવા આવેલા ચોર પર ટાયર ફરી વળ્યું, પછી જે થયું તે તમે જ જુઓ…

આ પણ વાંચોઃ અમરેલી/5 વર્ષના બાળકીને ફાડી ખાનાર સિંહણ પુરાઈ પાંજરે