Not Set/ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યો આ શખ્સ, રોઝા તોડી કર્યુ પ્લાઝ્મા ડોનેટ

દેશમાં કોરોનાએ ચારે દિશાઓમાં પોતાના તાંડવની શરૂઆત કરી દીધી છે. આ વચ્ચે ઘણા એવા લોકો પણ છે કે જેમણે બતાવ્યુ છે કે આ કપરા સમયે પણ તેઓ માનવતા ભૂલ્યા નથી. લોકો પોતાને અને તેમના પ્રિયજનોને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.

Top Stories India
Untitled 28 માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યો આ શખ્સ, રોઝા તોડી કર્યુ પ્લાઝ્મા ડોનેટ

દેશમાં કોરોનાએ ચારે દિશાઓમાં પોતાના તાંડવની શરૂઆત કરી દીધી છે. આ વચ્ચે ઘણા એવા લોકો પણ છે કે જેમણે બતાવ્યુ છે કે આ કપરા સમયે પણ તેઓ માનવતા ભૂલ્યા નથી. લોકો પોતાને અને તેમના પ્રિયજનોને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હજી પણ કેટલાક લોકો એવા છે કે જે ધર્મની મર્યાદાથી દૂર માનવતાનું કર્તવ્ય નિભાવતા જોવા મળી રહ્યા છે અને બીજાનાં જીવનને બચાવી રહ્યા છે. રાજસ્થાનનાં ઉદયપુરમાં રહેતા અકીલ મન્સુરી નામનાં શખ્સે પોતાના રોઝા તોડીને માનવતાનો ધર્મ નિભાવ્યો છે અને બે મહિલાઓને પ્લાઝ્મા ડોનેટ કર્યુ છે.

રાજકારણ / કોરોનાનાં વધતા કહેર વચ્ચે રાહુલ ગાંધીનો મોટો નિર્ણય, અન્ય નેતાઓને આપી આ સલાહ

આપને જણાવી દઇએ કે, 32 વર્ષીય અકીલ મન્સુરી પાક મહિનો રમઝાનમાં રોઝા તોડીને બે મહિલા કોરોના દર્દીઓ માટે પ્લાઝ્મા દાનમાં આપ્યું હતું. મન્સુરી કોરોના વાયરસથી ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઠીક થયા હતા. જ્યારે અકીલને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે 36 વર્ષીય નિર્મલા અને 30 વર્ષીય અલ્કાને પ્લાઝ્માની જરૂર છે, તે તુરંત જ હોસ્પિટલમાં દોડી ગયા અને પ્લાઝ્મા પોતે દાન આપવા આગળ આવ્યા. એક સમાચાર અનુસાર, નિર્મલાને ચાર દિવસ માટે ઉદયપુરની પેસિફિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને અલ્કાને બે દિવસ માટે દાખલ કરવામાં આવી હતી. બંને મહિલાઓને પ્લાઝ્માની જરૂર હતી. સોશિયલ મીડિયામાંથી માહિતી પ્રાપ્ત કર્યા પછી, જ્યારે અકીલ પ્લાઝ્મા પહોંચાડવા માટે હોસ્પિટલમાં આવ્યો ત્યારે અહીંનાં ડોકટરોએ તેને એન્ટિબોડી ટેસ્ટ માટે લઇ ગયા અને ત્યાં પ્લાઝ્મા દાન કરવા માટે તેમને યોગ્ય લાગ્યું.

રાજકારણ / ઉતાવળથી લોકડાઉન થશે નહીં, હાલ આવી સ્થિતિ દેખાઈ રહી નથી : અમિત શાહ

આ પછી, ડોક્ટર અકીલને પ્લાઝ્માનું દાન કરતા પહેલા કંઈક ખાવાનું કહે છે. જ્યારે તેમને ખબર પડી કે ભૂખ્યા પેટ પ્લાઝ્માનું દાન કરી શકાશે નહી, ત્યારે અકીલે અલ્લાહની માફી માંગીને હોસ્પિટલમાં જ પોતાના રોઝા તોડી અને આ રીતે બંને મહિલાઓનાં જીવ બચાવ્યા. જ્યારે તેણે પ્લાઝ્મા દાન કરવા માટે રોઝા તોડ્યો તે સમયે તેને જરા પણ સંકોચ થયો નહતો. તેણે કહ્યું, મેં મારી માનવ ફરજ બજાવી છે, મને કોઈ અફસોસ નથી. હું અલ્લાહને દુઆ કરીશ કે બંને મહિલાઓ સ્વસ્થ થઇ જાય. આપને જણાવી દઇએ કે, અકીલે 17 વખત રક્તદાન કર્યું છે અને જ્યારથી તે કોરોનાથી સ્વસ્થ થયા છે, ત્રણ વખત પ્લાઝ્માનું દાન પણ કરી ચુક્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ