Not Set/ કપરા સમયને મોતીમાં પરોવીને શખ્સે સમયનો સદુપયોગ કરી પક્ષીઓ માટે બનાવ્યા હજારો ઘર

કોરોનાની વૈશ્વિક મહામારીએ લોકોની કમરી તોડી દીધી છે. જ્યારે બીજી લહેરે સમગ્ર ભારતમાં કાળો કેર વરતાવ્યો જે આપણે બધાએ જોયુ.

Gujarat Others
1 192 કપરા સમયને મોતીમાં પરોવીને શખ્સે સમયનો સદુપયોગ કરી પક્ષીઓ માટે બનાવ્યા હજારો ઘર

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

કોરોનાની વૈશ્વિક મહામારીએ લોકોની કમરી તોડી દીધી છે. જ્યારે બીજી લહેરે સમગ્ર ભારતમાં કાળો કેર વરતાવ્યો જે આપણે બધાએ જોયુ. આ સમયે માનવી માનવીની નજીક આવતા પણ ડરતો હોય તેવા સમયમાં જ્યારે સરકારનું લોકડાઉન હોય અને કામ ધંધા બંધ થઇ ગયા હોય તેવા કપરા સમયે પક્ષીઓ માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર કામ કરવુ એક ઉત્તમ માનવતાનું ઉદાહરણ છે.

1 193 કપરા સમયને મોતીમાં પરોવીને શખ્સે સમયનો સદુપયોગ કરી પક્ષીઓ માટે બનાવ્યા હજારો ઘર

અજબ ગજબ: પાટડી તાલુકાનાં રણમાં રહસ્યમય રાક્ષસી પગલા દેખાતા રહસ્યનાં તાણાં-વાણાં

આ ત્રણ મહિનાનાં સમયગાળામાં પક્ષીઓ માટે એક હજારથી પણ વધારે લાકડાનાં ચકલી ઘર અને 100 મોબાઈલ ચબુતરા જે ખારી તેલનાં ડબ્બામાંથી બનાવવામાં આવે છે. ધાંગધ્રામાં રહેતો આ યુવાન શંભુભાઈ મિસ્ત્રી ઘણા સમયથી પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા થઈ જાય એવી રીતે ખાલી તેલનાં ડબ્બામાંથી મોબાઇલ ચબુતરા બનાવે છે અને સાથે સાથે વેસ્ટેજમાંથી લાકડાનાં ચકલી ઘર પણ બનાવે છે. તેઓ અત્યાર સુધીમાં ૩૦ હજારથી પણ વધારે લાકડાનાં ચકલી ઘર લગાવી ચૂકેલા છે અને પાંચ હજારથી પણ વધારે મોબાઈલ ચબુતરા વિતરણ કરી ચુકેલ છે. અત્યાર સુધીમાં શંભુભાઈ મિસ્ત્રી વિવિધ જગ્યાઓ શાળાઓ મંદિરો અને ગ્રામ્ય વિસ્તારમાં 62 થી પણ વધારે પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. છેલ્લા પાંચ વર્ષથી લુપ્ત થતી પ્રજાતીઓ જેવી ચકલી ને બચાવવા માટેનાં પ્રયત્નો અને જન જાગૃતિ આવે તેવા પ્રયત્નો પાંચ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લામાં કરે છે.

1 194 કપરા સમયને મોતીમાં પરોવીને શખ્સે સમયનો સદુપયોગ કરી પક્ષીઓ માટે બનાવ્યા હજારો ઘર

કોંગ્રેસમાં ગાબડું: સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસનાં હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારોએ ‘હાથ’નો સાથ છોડી AAP નું ‘ઝાડુ’ પકડ્યું

આજુબાજુની વિવિધ સંસ્થાઓ સાથે વિનામૂલ્યે વિતરણ આજ રોજ ઈનરવિલ ક્લબ દ્વારા પક્ષીપ્રેમી શંભુભાઈ મિસ્ત્રી સહયોગથી લાકડાનાં ચકલી ઘર અને પાણીનાં કુંડાનું નો ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવેલ. વાવાઝોડાએ ગુજરાતનાં અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોતાનો કહેર વરસાવી ને ગયો. મનુષ્યનાં ઘરોને વેરવિખેર કરીને ચકલીઓનાં પણ માળા વેરવિખેર થઈ ગયા છે. ત્યારે ચકલીઓ માટે રહેવાલાયક લાકડાનાં મજબૂત ચકલીધર અને પાણીનાં કુંડાનું 100 લાકડાનાં ચકલીઘર અને પાણીના કુંડા ઈનરવીલ ક્લબ દ્વારા ડોર ટુ ડોર લગાવવામાં આવશે ઈનરવેર ક્લબના ના સભ્યો દ્વારા કહેવામાં આવેલ ચકલી આજે લુપ્ત થતી પ્રજાતિઓ માં છે તેનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે ઘરે ઘરે એક ચકલી ઘર અને પાણી નું કુંડુ મૂકે તેવી અપીલ કરવામાં આવી

majboor str 8 કપરા સમયને મોતીમાં પરોવીને શખ્સે સમયનો સદુપયોગ કરી પક્ષીઓ માટે બનાવ્યા હજારો ઘર