OMG!/ આ માણસે એક મિનિટમાં જુની સાડીનું બનાવી દીધું દોરડુ, પછી 50 રુપિયામાં વેચી દીધું, જુઓ ગજબનો Video

સોશિયલ મીડિયા પર એક સુંદર જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમે ઇન્ટરનેટ પર આવા ઘણા જુગાડ વીડિયો જોયા હશે, જ્યાં લોકો જૂની ચીજોમાંથી કેટલીક નવી શોધ કરી કંઇક નવું જ બનાવે છે. આ માણસે જૂની સાડીમાંથી દોરડું બનાવ્યું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો આઈપીએસ ઓફિસર દિપાંશુ […]

Ajab Gajab News
saree આ માણસે એક મિનિટમાં જુની સાડીનું બનાવી દીધું દોરડુ, પછી 50 રુપિયામાં વેચી દીધું, જુઓ ગજબનો Video

સોશિયલ મીડિયા પર એક સુંદર જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમે ઇન્ટરનેટ પર આવા ઘણા જુગાડ વીડિયો જોયા હશે, જ્યાં લોકો જૂની ચીજોમાંથી કેટલીક નવી શોધ કરી કંઇક નવું જ બનાવે છે. આ માણસે જૂની સાડીમાંથી દોરડું બનાવ્યું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો આઈપીએસ ઓફિસર દિપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે.

લગભગ બે મિનિટના વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ સાડીને ચાર ભાગમાં કાપે છે અને પછી તેને બાઇક પર મશીન સાથે લગાવે છે. એક વ્યક્તિ મશીન ફેરવે છે અને બીજો એક સાડીનો બીજો ખૂણો પકડીને દૂર ઉભો રહે છે. જેમ જેમ વ્યક્તિ મશીન ફેરવે છે તેમ સાડી દોરડામાં વીંટાતી જાય છે. ત્યારબાદ તેમાં ફાટેલી સાડીના ભાગો ઉમેરતા જાય છે અને તેની સાથે જ તે દોરડુ બનાવવા લાગે છે. લગભગ એક મિનિટ સુધી ફર્યા પછી સાડી દોરડું બની જાય છે. જેમને તે બજારમાં 50 રૂપિયામાં વેચે છે.

આ શખ્સે બતાવી ભીમ જેવી તાકાત, ઘોડા અને ભેંસને ખંભા પર ઉઠાવીને દોડે છે, જુઓ Video


વીડિયો શેર કરતી વખતે દિપાંશુ કાબરાએ કેપ્શનમાં લખ્યું કે, ‘1 મિનિટની અંદર, દોરડામાં જૂની સાડીને રીસાઇકલ કરીને ફક્ત 50 રૂપિયામાં… , ગ્રામીણ ઉદ્યમિતા અને નવીનતાનું અનોખુ ઉદાહરણ.


આ વીડિયોને આઈપીએસ દ્વારા 9 માર્ચે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 86 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. 9 હજારથી વધુ લાઈક્સ અને 2 હજાર રી-ટ્વિટ કરવામાં આવી છે. સેંકડો લોકોએ તેના પર ટિપ્પણી કરી છે. લોકોને આ વીડિયો અદભૂત લાગી રહ્યો છે. જાણો લોકોએ કેવી પ્રતિક્રિયા આપી છે…