પંચમહાલ/ ગોધરા તાલુકાના ધાણીત્રા ગ્રામ પંચાયત કચેરીની આ ઓફીસમાં “સાહેબો”ના બદલે શ્રમિક મજૂરોના વસવાટના આવાસમાં ફેરવાઈ ગઈ

મોન્સીન દલ -મંતવ્ય ન્યુઝ ગોધરા તાલુકાના ધાણીત્રા ગામે આવલી ગ્રામ પંચાયત કચેરી કે જેમાં સરપંચ અને તલાટી કમ મંત્રી બેસીને ગામના વિકાસનો કાર્યભાર સંભાળતા હોય છે અને ગ્રામજનો પણ આ પંચાયત કચેરીમાં અરજદાર બનીને આવતા હોય છે. આ ધાણીત્રા ગ્રામ પંચાયત કચેરી અત્યારે જાણે કે ધર્મશાળા બની ગઈ હોય એમ દેખાતા આ દ્રશ્યોમાં ગ્રામ પંચાયત […]

Gujarat Others
Untitled 217 ગોધરા તાલુકાના ધાણીત્રા ગ્રામ પંચાયત કચેરીની આ ઓફીસમાં "સાહેબો"ના બદલે શ્રમિક મજૂરોના વસવાટના આવાસમાં ફેરવાઈ ગઈ

મોન્સીન દલ -મંતવ્ય ન્યુઝ

ગોધરા તાલુકાના ધાણીત્રા ગામે આવલી ગ્રામ પંચાયત કચેરી કે જેમાં સરપંચ અને તલાટી કમ મંત્રી બેસીને ગામના વિકાસનો કાર્યભાર સંભાળતા હોય છે અને ગ્રામજનો પણ આ પંચાયત કચેરીમાં અરજદાર બનીને આવતા હોય છે. આ ધાણીત્રા ગ્રામ પંચાયત કચેરી અત્યારે જાણે કે ધર્મશાળા બની ગઈ હોય એમ દેખાતા આ દ્રશ્યોમાં ગ્રામ પંચાયત કચેરીમાં રસોડું ઉભું કરવામાં આવ્યું છે અને ઠેર ઠેર કરવામાં આવેલા પથારાઓ વચ્ચે કચેરીમાં કપડાં પણ સૂકવવામાં આવ્યા હોવાના આ ગંભીર દ્રશ્યો સામે ખુદ ધાણીત્રા ગામના પ્રજાજનો ખૂબ જ નારાજ છે પરંતુ તેઓને સાંભળનાર એકપણ જવાબદાર વ્યક્તિ ગ્રામ પંચાયત કચેરીમાં બિરાજમાન છે જ નહિ.

ગોધરાથી અંદાઝે ૨૨ કિ.મી.ના અંતરે આવેલ ધાણીત્રા ગ્રામ પંચાયત કચેરીના આ સુંદર મકાન અત્યારે પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલયોના બાંધકામ માટે અને વિકાસના અન્ય કામો જે ગામના જ લાભાર્થીઓ દ્વારા કરાવવાના બદલે બહારથી મજૂરો લાવીને કોન્ટ્રાક્ટ પધ્ધતિ જેવા કામો માટે આવેલા આ શ્રમિકોને ગ્રામ પંચાયત કચેરીના મકાનમાં ઉતારો આપવામાં આવ્યો હોવાના પ્રજાજનોના આ ચોંકાવનારા આક્ષેપોમાં ગ્રામ પંચાયત કચેરીના આ મકાનમાં જ ઈલેક્ટ્રિક સગડી ઉપર જ રસોઈ બનાવવામાં આવે છે અને ઘરવખરીની સામેલ ચીજ વસ્તુઓની ઠેર ઠેર પથારીઓ પણ કરવામાં આવી છે.

ધાણીત્રા ગામના સ્થળ ઉપર હાજર કેટલાક રહીશોના જણાવ્યા પ્રમાણે ગામમાં પંચાયત ઘર પણ છે પરંતુ અમારે અમારા કામો માટે ૩ કિ.મી. દૂર કરસાણા ગ્રામ પંચાયત કચેરીમાં જ જવું પડે છે કારણ કે તલાટી કમ મંત્રી ક્યારે આવે અને ક્યારે પરત જાય આ ભાગ્યે જ ખબર પડે. અને અમારી ગ્રામ પંચાયત કચેરીનું આ મકાનમાં કામ કરવા માટે આવેલા આ મજૂરોને આપી દેવામાં આવ્યું છે.પંચમહાલ જિલ્લા પંચાયત અને ગોધરા તાલુકા પંચાયતના સત્તાધીશો કે જેઓ દરેક ગ્રામ પંચાયત કચેરીઓમા અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાનો ગર્વ અનુભવી રહ્યા છે.