બિહાર/ આ PM મોદીના ફેને શરીર પર તસવીર,પીઠ પર ડસ્ટબિન લટકાવીને વડાપ્રધાનને સ્પેશિયલ ચા પીવડાવવા પહોચ્યો,જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જબરા ચાહક અશોક કુમાર સાહની તેમને પોતાના હાથે બનાવેલી ચા આપવા મુઝફ્ફરપુરથી પટના પહોંચ્યા હતા.

Top Stories India
6 26 આ PM મોદીના ફેને શરીર પર તસવીર,પીઠ પર ડસ્ટબિન લટકાવીને વડાપ્રધાનને સ્પેશિયલ ચા પીવડાવવા પહોચ્યો,જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જબરા ચાહક અશોક કુમાર સાહની તેમને પોતાના હાથે બનાવેલી ચા આપવા મુઝફ્ફરપુરથી પટના પહોંચ્યા હતા. જોકે, તેનું સપનું પૂરું થઈ શક્યું નહીં. કારણ કે સુરક્ષાના કારણોસર તેને વિધાનસભાના ગેટ નજીકથી હટાવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં, અશોકની હવે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

 

7 13 આ PM મોદીના ફેને શરીર પર તસવીર,પીઠ પર ડસ્ટબિન લટકાવીને વડાપ્રધાનને સ્પેશિયલ ચા પીવડાવવા પહોચ્યો,જાણો

અશોક જે લુકમાં વિધાનસભાની બહાર પહોંચ્યો હતો તેના પર લોકોની નજર ટકેલી હતી. અશોકે પોતાનું આખું શરીર મોદીના રંગમાં રંગ્યું હતું. છાતી પર મોદીનું ચિત્ર હતું. તેની ઉપર નમો-નમો લખેલું હતું. માથા પર આગળની બાજુએ ભારતનો નકશો પ્રિન્ટ કરાવ્યો હતો પાછળ જય હિંદ લખાવ્યું હતું, માથાની ડાબી બાજુએ સ્વચ્છ ભારત લખેલું હતું. પાછળ એક ડસ્ટબીન દોરી હતી. અને ચાની કીટલી હાથમાં હતી.

અશોકે કહ્યું કે તેઓ મોદીજીના મોટા પ્રશંસક છે. તેઓ જે કહે છે તેનાથી તે પ્રભાવિત થાય છે. તેમનું એક જ સપનું છે કે પીએમ મોદી પોતાના હાથે ચાનો કપ પીવે. આ સપનું પૂરું કરવા તે દિલ્હી, કાનપુર, રોહતક, બનારસથી ઝારખંડ ગયો છે.અત્યાર સુધી તેમને એક પણ વાર મોદીને મળવાનો મોકો મળ્યો નથી. પરંતુ તેને આશા છે કે એક દિવસ આ સપનું ચોક્કસ સાકાર થશે.

પીએમ મોદીએ ફેન અશોકને કહ્યું કે પહેલા તેઓ પેઇન્ટિંગનું કામ કરતા હતા, જેના કારણે તેઓ ટકી શક્યા નહોતા. ત્યારબાદ 6 વર્ષ પહેલા પીએમ મોદીના આત્મનિર્ભર ભારતમાંથી પ્રેરણા લઈને ચાની દુકાન ખોલી. આ દુકાન પણ ચાલવા લાગી અને આજે તે તેના પરથી પોતાનો પરિવાર સારી રીતે ચલાવી શકે છે.