Not Set/ દુષ્કર્મને રોકવા આ રાજ્યએ બનાવ્યો કડક કાયદો, આ રીતે લગાવવામાં આવશે અંકુશ

દુનિયાભરમાં દુષ્કર્મ એક વધી રહેલો રોગ થઇ ગયો છે. જેને જોતા હવે દુષ્કર્મીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ વધી રહી છે. આપને જણાવી દઇએ કે, અમેરિકાનાં એક રાજ્યમાં દુષ્કર્મનાં દોશીને સજા આપવા માટે ત્યાની સરકારે એક અલગ જ પગલુ ભર્યુ છે. આ રાજ્યએ દુષ્કર્મનાં દોશીને નપુંસક બનાવવાનો વિકલ્પ તૈયાર કર્યો છે. અહી દુષ્ક્રમનાં દોશીને એક […]

World
Rape Cover દુષ્કર્મને રોકવા આ રાજ્યએ બનાવ્યો કડક કાયદો, આ રીતે લગાવવામાં આવશે અંકુશ

દુનિયાભરમાં દુષ્કર્મ એક વધી રહેલો રોગ થઇ ગયો છે. જેને જોતા હવે દુષ્કર્મીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ વધી રહી છે. આપને જણાવી દઇએ કે, અમેરિકાનાં એક રાજ્યમાં દુષ્કર્મનાં દોશીને સજા આપવા માટે ત્યાની સરકારે એક અલગ જ પગલુ ભર્યુ છે. આ રાજ્યએ દુષ્કર્મનાં દોશીને નપુંસક બનાવવાનો વિકલ્પ તૈયાર કર્યો છે. અહી દુષ્ક્રમનાં દોશીને એક ઈંજેક્શન આપી નપુંસક બનાવી દેવામાં આવે છે. આ રાજ્યનું નામ અલાબામા છે જ્યા આ પ્રકારનો કાયદો બનાવવામાં આવ્યો છે.

અલાબામામાં આ નવા કાયદા મુજબ 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની સાથે દુષ્કર્મ કરનારને નપુંસક બનાવવા માટે ઈંજેક્શન આપવામાં આવે છે. આ દોશીઓને પેરોલ પર છોડ્યા પહેલા સરકાર આ ઈંજેક્શન આપી શકે છે. આ ઈંજેક્શન લાગી ગયા બાદ આવી માનસિકતાવાળા દોશીઓને કે જે દુષ્કર્મ જેવુ અમાનવીય કૃત્ય કરે છે તેમનો સેક્સ ડ્રાઇવ ઓછો થઇ જાય છે. મીડિયામાં આવેલા સમાચારોની માનીએ તો આવા ઈંજેક્શનની અસર હંમેશા માટે નહી રહે પરંતુ અમુક સમય બાદ આ અસર ખતમ થઇ જાય છે. આ ઈંજેક્શન જે પણ દોશીને આપવામાં આવશે તેનો ખર્ચ પણ તે જ દોશીએ આપવાનો રહેશે. જે દોશી આ ઈંજેક્શન લગાવવાની મનાઇ કરે છે તેને જેલથી બહાર છોડવામાં આવતો નથી. આ સિવાય કોર્ટ આ વાતને નક્કી કરશે કે દોશી વ્યક્તિને ઈંજેક્શન લગાવવાની જરૂરત છે કે નહી.

અમેરિકાનું અલાબામા એવુ 7મું રાજ્ય બની જશે જ્યા કેમિકલ કૈસ્ટ્રેક્શનનાં ઉપયોગ માટે જોગવાઇ હશે. આ પહેલા અમેરિકાનાં લૂસિઆના અને ફ્લોરિડા સહિત 6 રાજ્યોમાં કેમિકલ કૈસ્ટ્રેક્શનનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમા ટેબલેટ કે ઈંજેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે શરીરમાં ટેસ્ટોસ્ટિરોનનું નિર્માણ પ્રભાવિત થાય છે અને દોશીનો સેક્સ ડ્રાઇવ ઠીલુ થઇ જાય છે. જો કે ટ્રીટમેન્ટ બંધ થયા બાદ તેની અસર ઘટવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.