ગુજરાત/ આ વખતે ધનતેરસ રાજકોટના વેપારીઓ માટે સુવર્ણ સાબિત થઇ

દશેરાથી શરુ થઇ દિવાળી સુધી સોનાની ખરીદીને લઇને આ વર્ષે સોની વેપારીઓની દીવાળી ચમકી ઉઠી હતી.

Gujarat Rajkot
Untitled 49 આ વખતે ધનતેરસ રાજકોટના વેપારીઓ માટે સુવર્ણ સાબિત થઇ

રાજ્યમાં  કોરોનાની મહામારીના  લીધે  અનેક ધંધાઓમાં  મંદીનો માહોલ  હતો. હવે જયારે કોરોના કેસ નિયંત્રણમાં આવતા આ વર્ષે  દિવાળીમાં  માહોલ સારો જોવા મળ્યો હતો. જયારે વર્ષે પછી હાલના ધનતેરસે વેપારીએ હાશકારો લીધો હતો. અને વેપારીઓના ચહેરા ખલીલી ઉઠયા હતા. ધનતેરસને દિવસે સોનું ચાંદી લેવું એ પવિત્ર ગણાય છે.

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર / PM મોદી રાજોરીમાં સૈનિકો સાથે ઉજવશે દિવાળી

આ  વખતે  વેપારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. લગ્નની સીઝન પણ આવી રહી છે તો લોકો લગ્નગાળાની પણ જવેલરીની ખરીદી પણ કરી રહ્યા છે સાથોસાથ એન્ટીક જવેલરી અને ઇટાલીયન જવેલરીનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તથા  ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધનતેરસના દિવસે યથાશકિત મુજબ સોના-ચાંદીના આભુષણો ખરીદતા હોઇ છે.

આ પણ વાંચો;T20 World Cup / ગુપ્ટિલે તોફાની ઈનિંગ રમતા રચ્યો ઈતિહાસ, આમ કરનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો

ત્યારે આ વર્ષે પણ રાજકોટમાં લોકો નાના મોટા તમામ જવેલર્સને ત્યાં સોના ચાંદીની શુકનવતી ખરીદી કરવા પહોચ્યા હતા. તથા સોના-ચાંદીની ખરીદી માટે અમુક શોરૂમમાં એડવાન્સ બુકીંગ કરાવ્યા હતા. દશેરાથી શરુ થઇ દિવાળી સુધી સોનાની ખરીદીને લઇને આ વર્ષે સોની વેપારીઓની દીવાળી ચમકી ઉઠી હતી. વેપારી દ્વારા પણ ઘણી ઓફર બહાર  પાડવામા આવી હતી. લોકોએ પણ આ ઓફરનો લાભ લીધો હતો.