Cricket/ પાકિસ્તાનના આ દિગ્ગજ ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કામરાન અકમલે મંગળવારે રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં સામેલ થયા બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કામરાને પત્રકારોને જણાવ્યું હતું કે…

Top Stories Sports
Pakistan announced retirement

Pakistan announced retirement: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કામરાન અકમલે મંગળવારે રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં સામેલ થયા બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કામરાને પત્રકારોને જણાવ્યું હતું કે તેણે કોચિંગને વ્યવસાય તરીકે સ્વીકાર્યું છે અને તેથી તેણે તાત્કાલિક અસરથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

તેણે જણાવ્યું કે, મને નથી લાગતું કે એકવાર તમે કોચિંગમાં જાઓ અથવા રાષ્ટ્રીય પસંદગીકાર બન્યા પછી તમે રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. 2017 સુધી પાકિસ્તાન માટે 268 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર કામરાનને પણ પાકિસ્તાન સુપર લીગની ટીમ પેશાવર ઝાલ્મીએ બહાર કરી દીધો હતો અને તેને વિકેટકીપર તરીકે સાઈન કરવાને બદલે તેને તેના કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યો હતો.

કામરાન અકમલે પાકિસ્તાન માટે 250 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી પરંતુ 2017 પછી તેને ફરી તક મળી નથી. જો કે તે ગયા વર્ષ સુધી પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો હતો, પરંતુ આ વર્ષે તેને કોઈ ફ્રેન્ચાઈઝી દ્વારા લેવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં કામરાન પાસે રમવા માટે કોઈ મોટું પ્લેટફોર્મ નહોતું. પસંદગીકાર બનવાની સાથે કામરાન અકમલને PSL ફ્રેન્ચાઇઝી પેશાવર જાલ્મી દ્વારા બેટિંગ સલાહકાર અને માર્ગદર્શકની જવાબદારી સોંપવામાં આવી છે. સૌથી મજાની વાત એ છે કે આ રોલમાં કામરાન પાકિસ્તાની ટીમના કેપ્ટન અને પેશાવરની ફ્રેન્ચાઈઝી બાબર આઝમને સલાહ પણ આપતો જોવા મળશે. બાબર આઝમ અને કામરાન અકમલ પિતરાઈ ભાઈ છે અને ભૂતકાળમાં કામરાને મીડિયામાં બાબર આઝમની કેપ્ટનશિપની ટીકા કરી હતી.

આ પણ વાંચો: નિયુક્તિ/ગુજરાતના IAS કુલદિપ આર્યને સોંપવામાં આવી આ મહત્વની જવાબદારી, ત્રણ સપ્તાહમાં લેશે ચાર્જ