શિકાર/ મેટ્રીમોનિયલ સાઈટ થકી યુવતીઓને આ રીતે ફસાવતો હતો આ યુવક, ગુજરાતની યુવતીઓ બની ભોગ

ક્યારેક વિહાન શર્મા, ક્યારેક પ્રતિક શર્મા, ક્યારેક આકાશ શર્મા તો ક્યારેક કોઈ અન્ય નામ. નામ બદલાયા કરે, પણ કામ તો એક જ યુવતીઓને ફસાવી પૈસા પડાવવા.

Top Stories Gujarat
lure મેટ્રીમોનિયલ સાઈટ થકી યુવતીઓને આ રીતે ફસાવતો હતો આ યુવક, ગુજરાતની યુવતીઓ બની ભોગ

ક્યારેક વિહાન શર્મા, ક્યારેક પ્રતિક શર્મા, ક્યારેક આકાશ શર્મા તો ક્યારેક કોઈ અન્ય નામ. નામ બદલાયા કરે, પણ કામ તો એક જ યુવતીઓને ફસાવી પૈસા પડાવવા. અમદાવાદ સાયબર ક્રાઈમે આવા એક મહાઠગને પકડ્યો છે.જે અત્યાર સુધી 50 થી વધુ યુવતીઓને ફસાવી તેમનું શોષણ કરી ચૂક્યો છે.

  • મેટ્રીમોનિયલ સાઈટ થકી યુવતીઓ ફસાવતો યુવક
  • ગુગલમાં પોતે સારી પોસ્ટ પર હોવાનું યુવતીઓને કહેતો
  • લગ્ન કરવાનું કહીને પૈસા પડાવતો અને દુષ્કર્મ આચરતો
  • દેશમાં જુદા-જુદા રાજ્યની 50થી વધુ યુવતીઓ ફસાવી
  • ગુજરાતની બે યુવતીઓ બની આ ઠગાઈનો ભોગ

વર્ષ 2011 માં બોલીવૂડની લેડીસ વેસ રીકી બેહ્લ નામની ફિલ્મ આવી હતી જે ફિલ્મમાં રીકી બહ્લેલનાં રોલમાં રણવીર સિંગ અનેક યુવતીઓને પ્રેમમાં ફસાવી રૂપિયા પડાવી ફરાર થઈ જતો. આવા જ કામ કરતા એક યુવતની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા યુવકનું નામ છે સંદિપ મીશ્રા. હરિયાણાનાં ગુરગાંવનાં આ શખ્સે મેટ્રીમોનિયલ સાઈટ પર પોતાની ઓળખ વીહાન શર્મા નામથી પ્રોફાઈલ બનાવી સ્ત્રીઓ સાથે મીત્રતા કરતો. પોતે હૈદરાબાદમાં ગુગલ કંપનીમાં એચ.આર મેનેજર હોવાની ઓળખ આપતો અને વાર્ષીક 35 થી 40 લાખ પગાર આવતો હોવાની અને પરિવારમાં તમામ સભ્યો દિલ્હીમાં સારી સરકારી પોસ્ટ પર હોવાની ઓળખ આપતો હતો.અને યુવતીઓને લગ્નની લાલચ આપીને યુવતીઓ સાથે દુષ્કર્મ આચરી યુવતીઓ પાસેથી પૈસા પડાવતો હોવાનું સામે આવ્યુ છે.અમદાવાદની યુવતીને પણ આ યુવકે આ રીતે ફસાવીને ત્રણ મહિનાં પહેલા હોટલમાં લઈ જઈ બે વાર દુષ્કર્મ આચર્યુ અને હોટલનુ બીલ યુવતી પાસે ભરાવ્યુ.

અમદાવાદ સાયબર ક્રાઈમ છેલ્લાં 4 મહિનાથી આ આરોપીની તપાસમાં હતુ ત્યારે આરોપી સોમનાથ હોવાની જાણ થતા સાયબર ક્રાઈમે આ શખ્સની ધરપકડ કરી છે. આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે તે વર્ષ 2017 થી મેટ્રીમોનિયલ સાઈટ પરર વિહાન શર્મા, પ્રતિક શર્મા, આકાશ શર્મા તેમજ અન્ય નામથી પ્રોફાઈલ બનાવી યુવતીઓને ફસાવતો હતો. અમદાવાદની IIM સંસ્થામાં તેણે MBA નો અભ્યાસ કર્યો હોવાનો ખોટો સર્ટી પણ તે યુવતીઓને શિકાર બનાવતો. તેમજ વ્હોટ્સએપમાં એક યુવતી સાથેનો ફોટો બતાવી તેની બહેન દુબઈમાં રહે છે તેવુ જણાવતો અને પોતાની બહેનનાં ખોટો નામનું ઈ-મેઈલ આઈડી બનાવી પોતે જ પોતાની બહેન બનીને સ્ત્રી મીત્રો સાથે વાતો કરીને તે યુવતીઓને વિશ્વાસમાં લેતો હતો. બાદમાં યુવતીઓને તેમનાં રાજ્યમાં જઈ નજીકની હોટલમાં મળવા બોલાવી લગ્ન કરવાનાં વિશ્વાસમાં લઈને શારિરીક સંબંધ બાંધતો અને તે સમયે ફોટો પાડી લેતો હતો..અને તે બાદ યુવતીઓને વિશ્વાસમાં લઈને પૈસા પડાવતો અને તે બાદ પોતાનો નંબર બંધ કરી સંપર્ક તોડી નાખતો હતો.

સાયબર ક્રાઈમે સંદિપ મીશ્રા પાસેથી 5 મોબાઈલ ફોન અને ટેબ્લેટ કબ્જે કર્યા છે. તેનાં ફોનમાં યુવતીઓ સાથેનાં બિભત્સ ફોટો પણ મળી આવ્યા છે. છેલ્લાં 2 વર્ષમા આ શખ્સે દિલ્હી, છત્તીસગઢ, ઉજ્જૈન, અને ગુજરાતમાં બે યુવતી સહિત 50 થી વધુ યુવતીઓને પોતાની શિકાર બનાવી પૈસા પડાવ્યા અને દુષ્કર્મ આચર્યુ હોવાનું ખુલ્યુ છે..આરોપીએ માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતાની પત્નિ સાથે છુટાછેડા લીધા હોવાનું સામે આવ્યુ છે..મુખ્યત્વે સંદિપ મીશ્રા જીવનસાથી ડોટ કોમ સાઈટ પરથી અથવા તો ટ્રાવેલીંગ દરમ્યાન હોટલમા કામ કરતી યુવતીઓને ગુગલમાં નોકરી અપાવાનું કહીને ફસાવી હોવાનું કબુલ્યુ છે. સાયબર ક્રાઈમે આ યુવકની ઠગાઈનો ભોગ બનેલી યુવતીઓને શોધવાની અને વધુ ફરિયાદો નોંધાય તે દિશામાં તપાસ તેજ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…