Not Set/ RTE હેઠળ જેમના ફોર્મ રદ થયા હોય તેમને વધુ એક તક, 19 મી સુધીમાં ફરી ભરી શકાશે

શિક્ષણ અધિકાર અધિનિયમ હેઠળ ફોર્મ ભરવા માટે કેટલાક વાલીઓ અને ટેક્નોલોજીના કારણે મુશ્કેલી થઈ હતી. જેના કારણે તેઓ પોતાના બાળકને શિક્ષણ આપવા માટે આ ફોર્મ ભરી

Top Stories Gujarat
right to education RTE હેઠળ જેમના ફોર્મ રદ થયા હોય તેમને વધુ એક તક, 19 મી સુધીમાં ફરી ભરી શકાશે

શિક્ષણ અધિકાર અધિનિયમ હેઠળ ફોર્મ ભરવા માટે કેટલાક વાલીઓ અને ટેક્નોલોજીના કારણે મુશ્કેલી થઈ હતી. જેના કારણે તેઓ પોતાના બાળકને શિક્ષણ આપવા માટે આ ફોર્મ ભરી શક્યા ન હતા. આ દ્વિધાને ધ્યાનમાં લઇ અને રાજ્ય સરકાર દ્વારા વધુ એક તક આપવામાં આવી રહી છે.ટેકનિકલ ક્ષતિના કારણે કેટલાક વાલીઓ એ ભરેલા ફોર્મ નો શિકાર થયો ન હતો જેના કારણે વાલીઓ ની ચિંતામાં વધારો થયો હતો ત્યારે આ નિર્ણય બાદ વાલીઓને હાશકારો થયો છે.

શિક્ષણ અધિકાર અધિનિયમ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જો કે, માતા-પિતા કે જેમણે ફોર્મ ભર્યા હતા પરંતુ કેટલાક કારણોસર નામંજૂર થયા હતા તેમને વધુ એક તક આપવામાં આવી રહી છે. આવા માતાપિતા જરૂરી સુધારાઓ કરીને ફરીથી ફોર્મ ભરી શકે છે.

ખરેખર, પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આવા વાલીઓને વધુ એક તક આપવામાં આવી છે. 17 થી 19 જુલાઈ સુધી તેઓ ફરીથી અરજી કરી શકે છે. ફોર્મ સુધારવા અને પેરેંટ આઈડી અને પાસવર્ડથી લોગગિન કરીને ફરીથી સબમિટ કરો. આ પછી, 20 જુલાઇથી 22 જુલાઇ સુધી અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને 27 જુલાઇથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

majboor str 5 RTE હેઠળ જેમના ફોર્મ રદ થયા હોય તેમને વધુ એક તક, 19 મી સુધીમાં ફરી ભરી શકાશે