ગુજરાતની જીવાદોરી/ રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ

ગુજરાતની જીવાદોરીમાં નર્મદા અંકલેશ્વર માટે નુકસાન કારક સાબિત થઇ રહી છે. ભાડભુત બેરેજ યોજના હેઠળ બન્ને તરફ પ્રોટેક્શન વોલ પાળા બનતા કિનારાઓનું ધોવાણ અટકવવાની આશ છે.ભરૂચ અને અંકલેશ્વરમાંથી સર્પાકાર વહેતી નર્મદા નદીએ પાછલા કેટલાક વર્ષોમાં વહેણ બદલ્યું છે.ભરૂચ તરફથી નર્મદા નદી ધીમે ધીમે દૂર ખસી અંકલેશ્વર તરફ વહેણ બદલી રહી છે.

Gujarat Others
ગુજરાતની જીવાદોરી

ગુજરાતની જીવાદોરી : ભરૂચથી વહેણ બદલી નર્મદા નદી અંકલેશ્વરની વધુને વધુ સમીપ પહોંચતા ભરૂચ સિટીમાં જ્યાં રેલની અસર 28 ફૂટ બાદ થઈ રહી છે ત્યાં અંકલેશ્વર તરફના કિનારે ખેતીની જમીન અને અન્યને નુકશાની વધારી રહી છે. વિતેલા 15 વર્ષ કે તેથી વધુ સમયમાં અંકલેશ્વર કિનારે કેટલાય વીંઘા જમીન નદીમાં ગરકાવ થઈ ગઈ છે. અંકલેશ્વર કિનારાનું વ્યાપક ધોવાણ થઈ રહ્યું હોય ખેડૂતો અને ગ્રામજનોએ વખતો વખત પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગણીઓ કરી હતી. જેમાં પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ પણ કરાઈ હતી. હવે તે અધૂરી છોડી દેવામાં આવી છે

હાલ ભાડભૂત બેરેજ યોજના કરોડોના ખર્ચે આગળ ધપી રહી છે ત્યારે બન્ને તરફ પાળા અને રોડની કામગીરીને લઈ પ્રોટેક્શન વોલનું નિર્માણ થતા અંકલેશ્વર તરફના કિનારાનું ધોવાણ અટકશે તેવી ખેડૂતો અને લોકો ને આશા છે. 1970 થી સતત નદીનું અંકલેશ્વર તરફ પ્રયાણ, ખેડૂતોની 30 વર્ષથી નર્મદા નદીમાં ગરકાવ થતી જમીન, અંકલેશ્વર તાલુકાના 11 થી વધુ ગામના 500 થી વધુ ખેડૂતો 2200 વિંધા જમીન વિહોણા બન્યા છે. જે પાછળનું કારણ નર્મદા નદીનું અંકલેશ્વર તરફનું વહેણ સામે આવ્યું છે. અંકલેશ્વર કાંઠા વિસ્તારના આ ગામોની જમીન સત્તત ધોવાણ 1992 થી અવિરત વધ્યું ચાલુ છે. લોકો ની રજુઆતના અંતે 2012-13 પછી સરફુદ્દીન- નવા બોરભાઠા, જુના બોરભાઠા વિસ્તારમાં ગેબીયન વોલ કમ પ્રોટેક્શન વોલની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. જે માત્ર 9 મહિના ટૂંકા સમયમાં ઇજારદાર અને તંત્રની માથાકૂટ વચ્ચે અટકી જવા પામ્યું હતું અને હાઇકોર્ટમાં મામલો પહોંચી ગયો હતો.

a 32 3 રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ

ત્યારબાદ તંત્ર દ્વારા વિયર કમ બેરેજ યોજના અંતર્ગત અંકલેશ્વર નર્મદા નદી કિનારો કેચમેન સમાવી સંરક્ષણ દીવાલ બનાવાનો આશ્વાસન આપી હાથ અધ્ધર તાલ કરી દીધા હતા. ગત વર્ષે પણ 80 થી 100 એકર જમીનનું પૂર માં ધોવાણ થયું હતું જે અંગે તંત્રને રજુઆત કરવા બાદ રિવર કમ બેરેજ કામગીરી ટૂંક માં શરૂ થઇ જશે તેવા પોકળ વચનો મળ્યા છે. પણ આજદિન સુધી કામગીરી ચાલુ થઇ નથી જેને લઇ હવે ખેડૂતોમાં ધીરે ધીરે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

નર્મદા નદીમાં 1992 થી જમીન ધોવાણ ચાલુ છે. હાલમાં જ પૂરના પાણી ધોવાણ ખુબજ વધી ગયું છે. અત્યાર સુધી માં 2200  વિધા જમીન નું ધોવાણ થયું છે. 500 થી વધુ ખેડૂતોની જમીન ધોવાય ગઈ છે. છેલ્લા 3 વર્ષમાં 150 એકર જમીન ધોવાણ થયું છે. તંત્ર સમક્ષ બસ એકજ અપીલ ભાડભૂત રિવર કમ બેરેજની કામગીરી ચાલુ થાય કે ના થાય પહેલા અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારની જમીન ધોવાણ અટકવા પાળ ની કામગીરી કરવા અપીલ છે.

a 32 4 રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ

સરફુદ્દીન ગામે અધૂરી કામગીરીને લઇ આજે પણ ધોવાણ ચાલુ છે

સરફુદ્દીન ગામ થી 1 કિમિ સુધી વિસ્તાર જેતે વખતે પણ પ્રોટેક્શન વોલના કામગીરીમાં સમાવ્યો ના હતો અને આજે પણ એ ગામની કામગીરી અધૂરી છે. ગામને પૂર ના પાણી અસર પણ વધી રહી છે. વારંવાર રજુઆત કરવામાં આવી છે. પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.

જમીન ધોવાનની આંકડાકીય માહિતી

  • 1992 થી જમીનના ધોવાણની શરૂઆત
  • 2200 વિધા કરતા વધુ જમીનનું ધોવાણ
  • 2800 કરોડ રૂપિયા ઉપરાંતની જમીન પાણીમાં ગરક
  • 12 થી 15 લાખ ઉપરાંત વિંધાની અંદાજિત કિંમત
  • 500 થી વધુ ખેડૂતો જમીન ગુમાવી

પ્રોટેક્શન વોલના નામે તંત્રની લાપરવાહી

2012-2013 વર્ષ પછી માંડ 3 સ્થળે પ્રોટેક્શન વોલ કામગીરી કરાય તે પણ અધૂરી રહી જવા પામી છે. ત્યારબાદ ખેડૂતો દ્વારા ઉગ્ર રજુઆત કરતા તંત્ર દ્વારા રિવર કમ બેરેજના કેચમેન એરિયામાં સમાવામાં આવ્યો છે. યોજનાનો પ્રારંભ થશે એટલે પ્રોટેક્શન વોલ બનશે. યોજનોનું પી.એમ. દ્વારા ખાતમુહૂર્ત કર્યાને પણ આજે 2 વર્ષ થવા આવ્યા છે. છતાં યોજના કાગળ પર રહી જવા પામી છે.

a 32 5 રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ

નર્મદા અને અમરાવતી નદી સંગમ સ્થાને 100 વિધા જમીન વિલીન

અમરાવતી નદી નર્મદા નદીમાં કાંસીયા ગામ નજીક વિલીન થાય છે. અમરાવતી નદીમાં પૂરના પાણી અને નર્મદા નદીના પાણી લઇ ખાડી વિસ્તારમાં 100 વિધા કરતા વધુ જમીન 50 થી વધુ ખેડૂતો ગુમાવી દીધી છે. અમરાવતી નદીને લઇ આ સંગમ સ્થાન વિસ્તાર સત્તત ધોવાણ વધી રહ્યું છે.

નર્મદા નદી કાંઠાના ક્યાં ક્યાં ગામના ખેડૂતો જમીન ગુમાવી

નર્મદા નદી ધોવાણમાં હાંસોટ તરફથી અંકલેશ્વર તરફ આવતા જુના તરીયા, નવા તારીયા, માટીએડ, કોયલી, જુના હરિપુરા, સજોદ, જુના સક્કરપોર ભાઠા, ખાલપીયા, સરફુદ્દીન, જૂના બોરભાઠા બેટ, નવા બોરભાઠા બેટ, જુના પુનગામ, સહીતના ગામો ખેડૂતો જમીન ગુમાવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: રાહુલ નહીં પણ અશોક ગેહલોત બનશે કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ? સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ અટકળોએ પકડ્યું જોર

આ પણ વાંચો:અમદાવાદ પોલીસ વિભાગમાં બદલીનો દૌર, 15 પીઆઇની બદલી, જાણો કોણ કયા બજાવશે ફરજ

આ પણ વાંચો:બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના રાજ્ય સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર