Junagadh/ ચામડીનો રોગ બતાવવા કહીને અશ્લિલ વિડિયો ઉતારી દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી

મનપાના અધિકારી પાસે 20 લાખની માંગણી કરી

Top Stories Gujarat
Beginners guide to 39 ચામડીનો રોગ બતાવવા કહીને અશ્લિલ વિડિયો ઉતારી દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી

Junagadh News : ચામડી પર થયોલો રોગ બતાવવાનું કહીને  અશ્લિલ વીડિયો ઉતારીને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને જૂનીગઠ મનપાના અધિકારી પાસે 20 લાખ રપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ અંગે ફરિયાદ થતા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મનપામાં ફરજ બજાનવતા અને રાયજીબાગ વિસ્તારમાં રહેતા આ અધિકારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસની વિગત મુજબ 22 એપ્રિલના રોજ જેતપુરની એક આધેડ મહિલાએ મનપાના અધિકારી સાથે ઓળખાણ કરી હતી. તેણે અધિકારીને આધારકાર્ડ અને સરકારી કામમાં મદદ કરવાનું કહીને તેમની સાથે સંબંધ કેળવ્યા હતા.

બાદમાં મહિલાએ ચામડીના રોગની દેશી દવા આપવાનું કહીને અધિકારી પાસે વીડિયો કોલ કરાવ્યો હતો. તેણે અધિકારીને કપડા ઉતારવાનું કહીને નગ્ન હાલતમાં શરીર પર થયેલો ચામડીનો રોગ બતાવવા કહ્યું હતું. અધિકારીએ તેની સુચના મુજબ કરતા મહિલાએ આ વીડિયો પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો.

બાદમાં મહિલા કામના બહાને અધિકારીને મળવા તેની ઓફિસ ગઈ હતી. તેણે કચેરીની ચેમ્બરમાં બે વખત દુષ્કર્મ કર્યું હોવાની તતા ન્યુડ વીડિયો કોલથી વાત કરી હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. બાદમાં સમાધાન પેટે અન્ય લોકો મારફતે અધિકારપાસે પહેલા 14 લાખ અને બાદમાં 30 લાખની માંગમી કરી હતી. નહીતર દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. છેલ્લે અધિકારી પાસે 20 લાખ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. અંતે મનપાના અધિકારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આઈપીસીની કલમ 389 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવને પગલે મનપા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?

આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો