Cricket/ લોર્ડ્સ માં જીત સાથે કેપ્ટન કોહલીનાં નામે થયા ત્રણ મોટા રેકોર્ડ્સ

ભારતે સોમવારે લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડને 151 રનથી હરાવીને બીજી ટેસ્ટનાં પાંચમાં દિવસે પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

Sports
લોર્ડ્સ

ભારતે સોમવારે લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડને 151 રનથી હરાવીને બીજી ટેસ્ટનાં પાંચમાં દિવસે પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ હતો પરંતુ તેમની ટીમ 120 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે ચાર, જસપ્રિત બુમરાહે ત્રણ, ઇશાંત શર્માએ બે અને મોહમ્મદ શમીએ એક વિકેટ લીધી હતી.

1 154 લોર્ડ્સ માં જીત સાથે કેપ્ટન કોહલીનાં નામે થયા ત્રણ મોટા રેકોર્ડ્સ

આ પણ વાંચો – IND vs ENG / બુમરાહ અને જોસ બટલર વચ્ચે થઇ બોલાચાલી, વિરાટ અને રોહિત થયા ગુસ્સે, Video

વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડ્સ ટેસ્ટમાં યજમાન ઈંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગયુ છે, જ્યારે ત્રણ ટેસ્ટ મેચ રમવાની બાકી છે. લોર્ડ્સની જીત સાથે કેપ્ટન વિરાટ કોહલીએ ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ SENA (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) માં સૌથી વધુ જીત સાથે એશિયન કેપ્ટન બન્યો છે, જ્યારે સૌથી સફળ ટેસ્ટ કેપ્ટનોની યાદીમાં તેણે વેસ્ટ ઇન્ડીઝનાં ભૂતપૂર્વ કેપ્ટન ક્લાઇવ લોયડને પાછળ છોડી દીધો છે. વિરાટની કેપ્ટનશિપ હેઠળ સેનામાં ભારતની આ પાંચમી જીત છે, જેણે આ મામલે પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમને પાછળ છોડી દીધો છે.

અગાઉ, SENA માં એશિયન કેપ્ટન દ્વારા સૌથી વધુ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ વસીમ અકરમનાં નામે હતો, લોર્ડ્સ જેણે પોતાની કેપ્ટનશીપમાં પાકિસ્તાન માટે ચાર ટેસ્ટ જીતી હતી, વિરાટ પાંચ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને જીતાડીને યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. જાવેદ મિયાંદાદનાં નેતૃત્વમાં પાકિસ્તાને SENA માં ચાર ટેસ્ટ પણ જીતી છે. વળી, મહેન્દ્ર સિંહ ધોની ચોથા નંબરે છે, જેની કપ્તાનીમાં ભારતે SENA માં ત્રણ ટેસ્ટ મેચ જીતી છે. વિદેશમાં ટોસ હાર્યા બાદ વિરાટ સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના મામલે ભારતીય કેપ્ટનોની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. અગાઉ આ રેકોર્ડ સૌરવ ગાંગુલીનાં નામે નોંધાયો હતો. ટોસ હાર્યા બાદ ભારતે ગાંગુલીનાં નેતૃત્વમાં વિદેશમાં પાંચ ટેસ્ટ જીતી છે, જ્યારે વિરાટની કેપ્ટનશીપમાં છ ટેસ્ટ જીતી છે. આ કિસ્સામાં ધોની ત્રીજા નંબરે છે, જેની કપ્તાનીમાં ભારતે ટોસ હાર્યા બાદ વિદેશમાં ચાર ટેસ્ટ મેચ જીતી છે.

1 155 લોર્ડ્સ માં જીત સાથે કેપ્ટન કોહલીનાં નામે થયા ત્રણ મોટા રેકોર્ડ્સ

આ પણ વાંચો – Cricket / શું હવે રાશિદ ખાન-મોહમ્મદ નબી IPL 2021 નાં ​​બીજા તબક્કામાં રમી શકશે ખરા?

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં વિરાટ કોહલી હવે ચોથા નંબરે આવી ગયો છે. તેણે ક્લાઈવ લોઈડને પાછળ છોડી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ છે. સ્મિથે તેની કેપ્ટનશીપમાં ટીમને 53 ટેસ્ટમાં જીત અપાવી છે, ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 48 ટેસ્ટ જીત સાથે બીજા નંબરે છે. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વો છે, જેણે પોતાની કેપ્ટનશીપમાં કાંગારૂઓને 41 જીત અપાવી છે. વિરાટ કોહલી 37 ટેસ્ટ જીત સાથે આ યાદીમાં ચોથા નંબરે છે અને ક્લાઇવ લોયડ 36 જીત સાથે પાંચમા નંબરે છે.