Not Set/ હળવદનાં કડિયાણા ગામે નર્મદા કેનાલમાં ત્રણ બાળકો ડુબ્યાં, બે નાં મોત

મોરબીના હળવદના કડિયાણા ગામે દુર્ઘટના નર્મદા કેનાલમા ત્રણ બાળકો ડુબ્યાં ત્રણમાથી બે બાળકોનાં થયા મોત ફરી વહેતા પાણીમાં ડૂબી જવાથી માસુમ બાળકો કાળનો કાળીયો બન્યા છે. ચોમાસાંની ચાલું સીઝનમાં જ્યારે નદી-નાળા અને કેનાલો પુર પ્રવાહમાં વહી રહી છે, ત્યારે કોઇ જ કારણ વીના નજીવી બાબતે લોકો નદી-નાળા અને કેનાલમાં નહાવા માટે પડતા હોય છે અને […]

Gujarat Others
sank2 હળવદનાં કડિયાણા ગામે નર્મદા કેનાલમાં ત્રણ બાળકો ડુબ્યાં, બે નાં મોત
  • મોરબીના હળવદના કડિયાણા ગામે દુર્ઘટના
  • નર્મદા કેનાલમા ત્રણ બાળકો ડુબ્યાં
  • ત્રણમાથી બે બાળકોનાં થયા મોત

ફરી વહેતા પાણીમાં ડૂબી જવાથી માસુમ બાળકો કાળનો કાળીયો બન્યા છે. ચોમાસાંની ચાલું સીઝનમાં જ્યારે નદી-નાળા અને કેનાલો પુર પ્રવાહમાં વહી રહી છે, ત્યારે કોઇ જ કારણ વીના નજીવી બાબતે લોકો નદી-નાળા અને કેનાલમાં નહાવા માટે પડતા હોય છે અને મોતને ભેટતા હોય છે.

તંત્ર દ્વારા પણ વારંવાર નદી-નાળામાં કે અજાણ્યા પાણીમાં નહાવા ન પડવા માટે સુચનાઓ આપવામાં આવતી રહે છે, પરંતુ તંત્રની સૂચના દરગુજર કરનાર માટે ક્યારેક માઠા સમાચાર નોતરી બેસે છે.

મોરબીના હળવદના કડિયાણા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં આદિવાસી પરિવારનાં 3 બાળકો નહાવા માટે પડયા હતા. કેનાલમાં પાણીનો પ્રવાહ અવિરત હોવાનાં કારણે નહાવા પડેલા બાળકો ડૂબ્યા હતા. પાણીનાં પ્રવાહમાં ત્રણેય બાળકો ગરક થઇ જાત અને  ડુબી જતાં બે બાળકોનાં મોત થયા છે.

નહાવા પડેલા ત્રણ પૈકી એક બાળકને બચાવી લેવાયો છે. આ ત્રણેય બાળકો આદિવાસી પરિવારના હોવાનું સામે આવ્યું છે. નાનકડા ગામમાં એક સાથે બે બાળકોનાં માત ડૂબી જવાથી થતા અરેરાટી ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં તાલુકા મામલતદાર અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.