Political/ ત્રણ શહેરોમાં મહિલા મેયર બનશે, પાર્લામેન્ટરી બોર્ડ કરશે નિર્ણય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી ગુજરાતના છ મહાનગરોની ચૂંટણીમાં ભાજપને  ભવ્ય વિજય મળ્યા બાદ મેયરની પસંદગી પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં ત્રણ નામની પેનલો પૈ

Gujarat
bjp2 5 ત્રણ શહેરોમાં મહિલા મેયર બનશે, પાર્લામેન્ટરી બોર્ડ કરશે નિર્ણય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી ગુજરાતના છ મહાનગરોની ચૂંટણીમાં ભાજપને  ભવ્ય વિજય મળ્યા બાદ મેયરની પસંદગી પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં ત્રણ નામની પેનલો પૈકી એકને પસંદ કરીને મેયર પદે નિયુક્ત કરાશે. અનામતના નિયમ પ્રમાણે છ પૈકી પ્રથમ અઢી વર્ષ માટે ત્રણ શહેરોમાં મહિલા મેયર સત્તારૂઢ થશે.

Education / ગુજરાત બોર્ડના ધોરણ 9 થી 12ની વાર્ષિક પરીક્ષાની તારીખો નિર્ધારિત , શિક્ષણ વિભાગની જાહેરાત

મેયરની પસંદગી જટીલ હોવાનું કારણ મોટાભાગના ઉમેદવારો નવા ચહેરા અને બિનઅનુભવી છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે મેયરપદની પેનલ પર ચર્ચા કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવશે. ઉપરથી સ્વિકૃતિ મળ્યા પછી જે તે શહેરમાં પાર્ટીના મેયરની વરણી કરાશે. એવી જ રીતે મહાનગરના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે.

Political / વિજયને પચાવી, વિનમ્ર થઈ છેવાડાના વિસ્તાર સુધી વિકાસ કરીશું : CM રૂપાણીનું રાજકોટ અભિવાદન સભામાં સંબોધન

વિધાનસભાની 2022ની ચૂંટણીને ધ્યાને લઇને મેયર અને અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે. અમદાવાદમાં પહેલી ટર્મમાં સિડ્યુઅલ કાસ્ટ માટે મેયરનું પદ અનામત છે અને બીજી ટર્મમાં મહિલા અનામત છે. અમદાવાદમાં ભાજપને   159 અને કોંગ્રેસને માત્ર 25 બેઠકો મળી છે. સુરતમાં પહેલાં મહિલા અને પછી જનરલ કેટેગરીના મેયર આવશે. સુરતમાં ભાજપને 93 અને આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે. વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં હશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…