Not Set/ આમલી ડેમમાંથી મળ્યા વધુ ત્રણ મૃતદેહ, હજુ એકની શોધખોળ શરૂ

સુરતના માંડવીમાં આમલી ડેમમાં બનેલી આ ઘટનામાં હજુ પણ શોધખાળ ચાલુ છે. અત્યારસુધી 6 મૃતદેહ મળી આવ્યા છે.

Gujarat Others
આમલી ડેમમાં
  • આમલી ડેમમાં બોટ પલટતા 7 લોકો ડૂબ્યા
  • આજે સવારે વધુ ત્રણ મૃતદેહ મળ્યા
  • અગાવ પણ ત્રણ મૃતદેહ મળ્યા હતા
  • આત્યાર સુધી 6 મૃતદેહ મળ્યા, 1 લાપતા
  • લાપતા વ્યક્તિની NDRF દ્વારા શોધખોળ

સુરતના આમલી ડેમમાં બોટ પલટી જવાની ઘટના બની હતી.જેમા 7 વ્યક્તિઓ ડૂબ્યા હતાં.જેમાથી આજે સવારે વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યાં છે.અગાવ પણ ત્રણ મૃત દેહ મળ્યા હતાં. કુલ છ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે.જેની શોધખોળ NDRFની ટીમ દ્વારા કરાઈ રહી છે.

આ પણ વાંચો :હળવદથી માળીયા જતા નવદંપતિની કાર કેનાલમાં ખાબકી, પરિણીતાનો મળ્યો મૃતદેહ

11 જાન્યુઆરીના દિવસે નાવ પલટવાને પગલે બેઠેલા 10 લોકોએ ચીસાચીસ કરી ઉઠતા આસપાસના વિસ્તારમાં રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. જેને પગલે 3 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા. સુરતના માંડવીમાં આમલી ડેમમાં બનેલી આ ઘટનામાં હજુ પણ શોધખાળ ચાલુ છે. અત્યારસુધી 6 મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ એક લાપતા છે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરપાડા મામલદાર કચેરી મારફતે રાજ્યના મુખ્યપ્રધાનને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે, આમલી ડેમમાં હજી સુધી જે મૃતદેહો નથી મળ્યા એ માટે તાત્કાલિક NDRFની ટીમ તેમજ આધુનિક મરજીવાની મદદથી શોધવામાં આવે. મુખ્યપ્રધાન રાહત ફંડ અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 4 લાખનું મૃતકોના પરિવારોને વળતર ચૂકવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

આ પણ વાંચો :અતુલ સ્ટેશના રેલ્વે ટ્રેક પર રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર

દેવગીરી ગામના વસાવાના ઘરે પશુ હોવાથી તેઓ પશુઓને લાંબો સમય ચાલે એટલો ચારો કાપી સંગ્રહ કરવા પોતાના માતા-પિતા, સંબંધી, 7 શ્રમિક સહિત 10 લોકો નાવડીમાં બેસી ડુંગર પર ઘાસચારો કાપવા જઇ રહ્યા હતા. તે દરમિયાન ડેમની વચ્ચે પહોંચતા જ ભારે પવન આવ્યો હતો અને નાવડી પલટી મારી ગઈ હતી,જેથી 10 જેટલા લોકો પાણીમાં પડી ગયા હતા. 3 જેટલા લોકો તરીને કિનારે પહોંચી ગયા હતા, જ્યારે 7 જેટલા લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં સ્થાનિક ફાયર વિભાગે 02 મૃતદેહ શોધી કાઢ્યા હતા. ઘટનાને 2-3 દિવસ વિત્યા છતાં હજી 5 જેટલા મૃતદેહ મળ્યા નથી, જેને લઈને ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો :  ઉત્તરાયણની રાતે ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રનમાં પતિ-પત્નીનું મોત

આ પણ વાંચો :પોરબંદરમાં બે જૂથ હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

આ પણ વાંચો :રાજ્યમાં દોરીથી 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત, સૌથી વધુ અમદાવાદમાં ગળા કાપની ઘટના