Not Set/ અમદાવાદ – વડોદરા અને ભરુચમાં માર્ગ અકસ્માતે 3 લોકોનો લીધો ભોગ

ગુજરાતમાં માર્ગ અકસ્માત હવે તો સામાન્ય બનતો જાય છે. રોજને રોજ કોઇને કોઇનો જીવ માર્ગ અકસ્માતામાં જાઇ છે અને ગુજરાતનાં રોડ-રસ્તા રક્ત રંજીત બની રહે છે. માર્ગ અકસ્માતનાં કારણે ગુજરાતમાં જતા જીવનો વાર્ષિક આંકડો જોઇને કોઇ નબળા હદયનાં વ્યક્તિને હળવો હાર્ટ એટેક આવી જાય તેટલો છે. જો વાત કરવામાં આવે આજે સામે આવેલા માર્ગ અકસ્માતની […]

Top Stories Gujarat Others
accident અમદાવાદ - વડોદરા અને ભરુચમાં માર્ગ અકસ્માતે 3 લોકોનો લીધો ભોગ

ગુજરાતમાં માર્ગ અકસ્માત હવે તો સામાન્ય બનતો જાય છે. રોજને રોજ કોઇને કોઇનો જીવ માર્ગ અકસ્માતામાં જાઇ છે અને ગુજરાતનાં રોડ-રસ્તા રક્ત રંજીત બની રહે છે. માર્ગ અકસ્માતનાં કારણે ગુજરાતમાં જતા જીવનો વાર્ષિક આંકડો જોઇને કોઇ નબળા હદયનાં વ્યક્તિને હળવો હાર્ટ એટેક આવી જાય તેટલો છે. જો વાત કરવામાં આવે આજે સામે આવેલા માર્ગ અકસ્માતની તો રાજ્યનાં 3 મોટા શહેરો એટલે કે અમદાવાદ – વડોદરા અને ભરુચ માર્ગ અકસ્માતે 3 લોકોનો લીધો ભોગ છે. 

accident1 અમદાવાદ - વડોદરા અને ભરુચમાં માર્ગ અકસ્માતે 3 લોકોનો લીધો ભોગ

અમદાવાદ

અમદાવાદ AMTS બસ ચાલકે સર્જયો અકસ્માત
AMTS બસ ચાલકે યુવતીને અડફેટે લીધી 
અમરાઇવાડી મેટ્રો રેલ પ્રોજેક્ટ નજીક બની ઘટના
અકસ્માતમાં અજાણી યુવતીનું ઘટનાસ્થળે જ થયું મોત
AMTS બસ મૂકી ડ્રાયવર-કંડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા

accident2 અમદાવાદ - વડોદરા અને ભરુચમાં માર્ગ અકસ્માતે 3 લોકોનો લીધો ભોગ

વડોદરા

વડોદરા પાસે નેશનલ હાઇવે પર અકસ્માત
ગંભીર અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત
મુંબઇથી વેરાવળ જતી કાર ટ્રેલરમાં ઘુસી ગઇ
અકસ્માતને કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો 
કારમાં ચાર મુસાફરો પૈકી ત્રણ ઘાયલ થયા
જાંબુવા થી તરસાલી વચ્ચે સર્જાયો અકસ્માત
પાછળથી ટ્રેલરમાં ઘુસી જતાં કારચાલક ફસાયો
ફાયરબ્રિગેડની ટીમે ફસાયેલો મૃતદેહ બહાર કાઢ્યો 

accident3 અમદાવાદ - વડોદરા અને ભરુચમાં માર્ગ અકસ્માતે 3 લોકોનો લીધો ભોગ

ભરૂચ

ભરૂચ અંક્લેશ્વર હાઇવે પર અકસ્માત
મધરાતે બાઈક અને JCB વચ્ચે અકસ્માત
અકસ્માતમાં બાઈક સવારનું ઘટનાસ્થળે મોત  

ઉપરોક્ત તમામ કિસ્સામાં વાહન ચાલકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યાનું સામે આવી રહ્યું છે.  આધુનિકતાના કારણે વાહન હંકારવામાં આવી ગયેલી ઝડપ પણ આવા માર્ગ અકસ્માતનું એક કારણ કહી શકાય, ત્યારે તમામ ઘટનામાં પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા કે થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલાની તપાસ બાદ આગળની કાર્યવાહી કરી રહી છે.