અમેરિકા/ ત્રણ રિપબ્લિકન સાંસદોએ નીરા ટંડનની નિમણૂકનો કર્યો વિરોધ

યુએસ: ત્રણ રિપબ્લિકન સાંસદોએ નીરા ટંડનની નિમણૂકનો કર્યો વિરોધ

NRI News World
congres 6 ત્રણ રિપબ્લિકન સાંસદોએ નીરા ટંડનની નિમણૂકનો કર્યો વિરોધ

ભારતીય વંશના નીરા ટંડનને યુએસ વ્હાઇટ હાઉસ મેનેજમેન્ટ અને બજેટ ઓફિસના ડિરેક્ટર તરીકે નિયુક્તિને લઈને સેનેટ વંટોળનો માહોલ ઉભો થયો છે. રિપબ્લિકન પાર્ટીના ત્રણ ડેમોક્રેટ્સે પણ તેમની નિમણુકનો વિરોધ નોધાવ્યો છે. અને તેમની વિરુદ્ધ મત આપવાનો નિર્ણય લીધો છે. આ માટે તેમણે સોશિયલ મીડિયા પર ટંડનના વર્તનવિષે ટીપ્પણી કરી છે.

રોબ પોર્ટમેન, સુસાન કોલિન્સ અને મીટ રોમની નીર ટંડન નો વિરોધ કરીરહ્યા છે.

સેનેટની સુનાવણી શરૂ થાય તે પહેલાં ભારતીય-અમેરિકન નીરા ટંડને 1,000 થી વધુ ટ્વીટ ડીલીટ કર્યા હતા. આ મહિનાની શરૂઆતમાં સુનાવણી દરમિયાન સેનેટર્સની તેમની ટિપ્પણીઓ બદલ માફી માંગી હતી.

રિપબ્લિક સાંસદ રોબ પોર્ટમેને સુનાવણી પ્રક્રિયા દરમિયાન ટંડન વિરુદ્ધ મત આપવાની ઘોષણા કરી હતી. સુસાન કોલિન્સ અને મીટ રોમનીએ અન્ય બે સાંસદોએ પણ તેણીની વિરુદ્ધ મત આપવાની ઘોષણા કરી છે.

પોર્ટમેનનો આરોપ છે કે ટંડનના વલણને જોતાં, તે તેની ભૂમિકામાં બંને પક્ષો સાથે કામ કરી શકશે નહીં. કોલિન્સે કહ્યું કે, ટંડન પાસે અહીં કામ કરવાનો અનુભવ નથી અથવા તેમનો સ્વભાવ પણ અહીં કામ કરવા માટે યોગ્ય નથી. રોમનીએ એમ પણ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પરની ટિપ્પણીઓને કારણે તે નીરાનો વિરોધ કરશે.