સમસ્યા/ સૌની યોજના થકી રાજકોટ નીર ચાલુ, ઝાલાવાડ નાં ખેડૂતો કૂવા કાંઠે તરસ્યા

હાલ સૌની યોજના થકી રાજકોટ માટે પાઈપલાઈન થકી નર્મદા નાં નીર ઠલવાય રહ્યા છે આજે પાણી ચાલુ કરવામાં આવેલ અને પાઈપ લાઈન ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Gujarat
11 90 સૌની યોજના થકી રાજકોટ નીર ચાલુ, ઝાલાવાડ નાં ખેડૂતો કૂવા કાંઠે તરસ્યા

હાલ સૌની યોજના થકી રાજકોટ માટે પાઈપલાઈન થકી નર્મદાનાં નીર ઠલવાય રહ્યા છે આજે પાણી ચાલુ કરવામાં આવેલ અને પાઈપ લાઈન ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઝાલાવાડ નાં ખેડૂતો મુળી ચોટીલા થાનગઢ વિસ્તાર ની જમીન માં થી પસાર થતી સૌની યોજના ની પાઈપલાઈન થકી હજું સુધી આ પાંચાળ પ્રદેશના ગામોમાં તળાવો ચેકડેમો વગેરે કોરા ધાક્કોડ પડ્યા છે. અને ખેડૂતો કાગડોળે આ નર્મદા નાં નીર ની વાટ જોઈ રહ્યા છે. સરકાર માં અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ પરંતુ આ બાબતે સરકાર દ્વારા દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં થી પસાર થતી નર્મદા કેનાલમાં ધાંગધ્રા,લખતર,પાટડી તાલુકાના ખેડૂતો ને લાભ મળે છે ત્યારે તેની સામે જીલ્લા નાં મુળી , થાનગઢ,સાયલા, ચોટીલા, વઢવાણ,ચુડા, અને ધાંગધ્રા તાલુકાનાં છેવાડાના ગામોનાં ખેડૂતો હજું પણ નર્મદા નાં નીર થી વંચિત રહ્યાં છે દુઃખદ બાબત છે.

આ અંગે ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા સાથે ની વાતચીત માં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે અમો છેલ્લા આઠ વર્ષથી લડત ચલાવતા રહ્યા છીએ અનેક રજૂઆતો સરકાર માં કરવામાં આવી છે પરંતુ આ સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકા બાદ અન્ય સાત તાલુકા નર્મદાના પાણી થી વંચિત રહ્યાં છે જેને અત્યાર સુધીમાં કોઈ સર્વે પણ કરવામાં આવેલ નથી. હાલ ખેડૂતો પાણી વગર ખેતી છોડી રહ્યા છે અને અને અન્ય ધંધા રોજગાર માટે ફેક્ટરીમાં કામે લાગી ગયા છે.

ખેતી વરસાદ આધારિત થતાં તેની સિધ્ધિ અસર પશુપાલન ઉપર થ‌ઈ છે અને આ પ્રદેશ નાં પશુપાલકો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તરફ વર્ષ નાં આઠ મહિના જવું પડે છે જેથી સુરેન્દ્રનગર જીલ્લા દુધ ડેરી માં મોટી ઘટ દુધ ની આવી રહી છે. ખેતી અને પશુપાલન એક સિક્કાની બે બાજુઓ છે સરકાર દ્વારા ખેડૂતો ને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પરંતુ જે પ્રદેશમાં પાણી ની કોઈ સવલત નથી માટે ખેતી ભાંગી પડી છે ત્યાં પશુપાલન ક‌ઈ રીતે નિર્ભર રહી શકે? છેલ્લા ૨૦ વર્ષ થી ખેડૂતો નર્મદા નાં નીર માટે વલખાં મારી રહ્યા છે.

સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે ત્યારે સૌરાષ્ટ્ર નું પાણીયારુ કહેવાતા સુરેન્દ્રનગર જીલ્લા નાં ખેડૂતો જ કુવા કાંઠે તરસ્યા જેવો ઘાટ સર્જાયો છે અને ખેડૂતો સતત દેવાતળે પીસાતો રહ્યો છે ત્યારે પાણી મળે તો જ પાંચાળ ફરી હરીયાળો બને તેમ છે એ જ પરીસ્થીતી ઝાલાવાડ ની છે

આ પ્રદેશમાં મોટીમાત્રામાં ધરતીમાં ખનિજ સંપત્તિ કુદરતી ભેટ છે જેમાં સિલીકાસેન્ડ,બ્લેકટ્રેપ પથ્થર,કાર્બોસેલ,ફાયરકલે,સફેદમાટી, મળી આવે છે ત્યારે ખેડૂતો ખેતી છોડી પોતાની જમીન ખનિજ માફીયાઓના હવાલે કરી દેતાં હોય છે. જેમાં ખોદકામ કરી ગેરકાયદે ગેરકાનૂની રીતે ખનિજ માફીયાઓના ખનન વહન કરતા હોય છે. જેમાં ખેડૂતો ને મામુલી રકમ આપી જમીન વિહોણા બનાવવામાં આવે છે જે કામ પણ છેલ્લા દશ વર્ષથી બે રોકટોક ચાલુ છે જેની પણ અસર જોઈએ તો ખેડૂતો ને પાણી ની કોઈ સવલત ન હોવાનાં કારણે જમીન ખનિજ માફીયાઓના હવાલે કરતાં જોવા મળે છે.

વધારે સતત દેવામાં રહેતાં ખેડૂતો અને વરસાદ આધારિત ખેતી થી ઓછી આવક નાં કારણે મુળી ચોટીલા સાયલા તાલુકા નાં ખેડૂતો નશિલા પદાર્થો જેવાં કે અફિણ અને ગાંજો જેવા નશીલા પાકો કે જેનો ગુજરાત માં પ્રતિબંધ મૂકવા માં આવેલ છે. તેવા પાકો ખેડૂતો વાવતા થયાં છે. જેમાં મુળી સાયલા ચોટીલા તાલુકાના ગામોમાં ખેડૂતો નાં ખેતરો ઉપર થી આવા પાકો ઝડપી પાડવામાં આવેલ છે તે ખેડૂત ની મજબુરી સાબિત કરે છે કે ખેડૂતો ક‌ઈ પરિસ્થિતિમાં હાલ કુટુંબ નિર્વાહ કરી રહ્યા છે.

ચોટીલા તાલુકાના ખેડૂતો દેશીદારૂ ની ભઠ્ઠીઓ માં પણ કામ કરી રહ્યા છે જેનાં અસંખ્ય દાખલાઓ જોવા મળે છે અને કંટાળી ખેડૂતો અફીણ દારુ ગાંજો જેવા નશીલા પદાર્થો નાં રવાડે ચડી વ્યશની બની ગયા છે. ત્યારે ફરી ખેતીવાડી માં પરત લાવવા માટે સરકાર દ્વારા ખેડૂતો ને પાણી ની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવી જોઈએ નર્મદા નાં નીર થકી જ આ ખેતી જીવીત રહે તેમ છે જો ખેતી રહેશે તો પશુપાલન પણ વધશે અને રોજગારી મળી રહેશે ખરેખર સરકાર દ્વારા પાંચાળ અને ઝાલાવાડ પંથકમાં આ બાબતે સર્વે કરી જમીની હકીકત જાણવાની જરૂર છે.